સાંજે 7 વાગ્યાના અરસામાં ઓમ ભરત નામનો 16 વર્ષનો બાળક પોતાના ઘેર મોબાઈલ પર વીડિયો ગેમ રમી રહ્યો હતો ત્યારે તેની માતાએ મોબાઈલ આંચકી લીધો હતો અને આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવા બદલ ઠપકો આપ્યો હતો. મહાનગર મુંબઈમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે અંતર્ગત વીડિયો ગેમ નહીં રમવા દેવાના કારણે 16 વર્ષના એક બાળકે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો એટલું જ નહીં સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં આ ચોંકાવનારુ કારણ દર્શાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે ઉશ્કેરાયેલા 16 વર્ષના આ બાળકે સુસાઇડ લખી હતી અને ઘરેથી નાસી ગયો હતો. થોડા સમય પછી એની માતાના હાથમાં આ સુસાઇડ નોટ આવી હતી જેમાં એમ લખ્યું હતું કે નહું આપઘાત કરવા જઇ રહ્યો છું અને હવે ક્યારેય પાછો નહીં આવુંપ આ પત્ર મળતાની સાથે જ પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બાળકની શોધખોળ શરુ કરવામાં આવી હતી.આ દરમિયાન મલાડ અને કાંદીવલી રેલવે સ્ટેશન વચ્ચે એક બાળકે આત્મહત્યા કરી લીધાની જાણ થઇ હતી અને તપાસ કરતાં ઘરેથી નાસી ગયેલો બાળક જ હોવાનું ખુલ્યું હતું.
Read About Weather here
મોબાઈલ તથા ગેમના વળગણને કારણે છેલ્લા ચાર દિવસમાં આ બીજો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પૂર્વે પબજી ગેમ રમતા બાળકે પોતાની માતાની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાતો પડ્યા હતા. વીડિયો ગેમની લતથી બાળકો હિંસક બની રહ્યા હોવાની વૈજ્ઞાનિકો ચેતવણી આપી જ રહ્યા છે. રેલવેના પોલીસ અધિકારી કૌશર ખાલીદે જણાવ્યું કે સુસાઈડ નોટમાં બાળકે લખેલી નોંધ પરથી એવું માલુમ પડી રહ્યું છે કે તે દિવસમાં કેટલાક કલાક અભ્યાસમાં ગાળતો હતો. તેની બહેનને મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી હતીપરંતુ આ બાળકને ઇન્ટરનેટ અપાયું ન હોવાથી તેની ફરિયાદ હતી. આ અગાઉ પણ તેણે બે વખત આત્મહત્યાની કોશિષ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here