હડાળા પાસે ચાની હોટેલ નજીક પતરાના શેડ બાંધવાનું કામ ચાલતું હોઇ ત્યાં એક યુવાન બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતાં સુરેશભાઇ મનસુખભાઇ કુકડીયા નામના કોળી યુવાનને હડાળા પાસે શેડ બાંધવાનું કામ કરતી વખતે વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તપાસ થતાં આ યુવાન શાપર સર્વોદયમાં રહેતો સુરેશભાઇ કુકડીયા (કોળી) હોવાનું ખુલતાં તેના સગાને જાણ કરવામાં આવી હતી.સુરેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને મજુરી કામ કરતો હતો.
Read About Weather here
તેના મોતથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.સુરેશભાઇ શેડ બાંધવાનું કામ કરતો હતો ત્યારે લોખંડનો તાર બીજી તરફ ઠેંકાડવા જતાં એક છેડો પકડી બીજા છેડાનો ઘા કરતાં એ છેડો વિજતારને અડી જતાં હાથમાં પકડેલા લોખંડના તારમાં જોરદાર કરંટ આવતાં તે ઢળી પડયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here