કેબિનેટ મંત્રીના હસ્તે રાજકોટ શહેરમાં 16 કરોડના વિકાસકામોનું કરાયું ખાતમુ્હૂર્ત
રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ શહેરમાં અંદાજિત 16 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીને રાજકોટના નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો હતો. આ તકે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે વિકાસની તમામ જરૂરિયાતો પુરી કરવામાં સરકાર હર હંમેશ રાજકોટ વાસીઓની સાથે છે.
Visit Saurashtra Kranti Homepage here
મવડી વાવડીનો વિસ્તાર રાજકોટના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. વોર્ડ નં. 11 માં રૂ.12 કરોડના ખર્ચે બે રસ્તાઓના ખાતમુહૂર્ત તથા વોર્ડ નં.12 માં રૂ.4 કરોડના ખર્ચે બનનાર નવા બગીચાનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકોના સુખાકારીમાં મહત્તમ વધારો કરશે તેમ તેમણે જણાવ્યું હતું. મેયર પ્રદીપભાઈ ડવએ જણાવ્યું હતું કે, મવડી વિસ્તારમાં રૂ.4 કરોડના ખર્ચે 13 હજાર ચોરસ મીટરમાં રાજકોટનો સર્વશ્રેષ્ઠ બગીચો બનશે, જેને જોવા માટે અન્ય વિસ્તારના લોકો માટે એક નજરાણુ બની રહેશે. જનતાની સુવિધાઓ વધારવાના પ્રયાસના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.
Read About Weather here
આ વિસ્તારમાં 25 કરોડના ખર્ચે નવું ઇન્ડોર સ્ટેડિયમ નિર્માણ પામી રહ્યું છે.ઉપરાંત નવી લાઇબ્રેરી,નવી વોર્ડ ઓફિસની જોગવાઈ પણ આ વર્ષના બજેટમાં આપવામાં આવી છે.આ પ્રસંગે રાજકોટ વિભાનસભા -69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, અગ્રણી વિનુભાઈ ઘવા, કોર્પોરેટર સોરઠીયા, લાઠીયા તેમજ સોસાયટીના પ્રમુખો, ઉપપ્રમુખ અને સોસાયટીના રહેવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here