વિંછીયા તાલુકા કોળી સમાજના ભિાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ફરતા જવાનોનું વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ,સાધુ સઁતો સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અદકેરૂ સન્માન કરાયું.
Visit Saurashtra Kranti Homepage here
મોઢુકા ગામ સમસ્ત અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી આયોજીત ‘ફોજી સ્વાગત કાર્યક્રમમાં’ ભવ્ય રેલી, વંદે માતરમ, ભારત માતાકી જય દેશભક્તિના નારા અને ગીતો સાથે મોઢુકા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું અને ભિાર જવાનોના સ્વાગત માટે માનવ મહેરામણ ઉમટી પડયો હતો.જવાનોના આગમન સમયે તમામ સમાજના લોકોએ હારતોરા મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
Read About Weather here
જવાનો પૈકી હરેશભાઇ ધોરીયા, વિજયભાઈ તાવીયા, અસ્મિતાબેન તાવીયા, દીપકભાઈ રોજાસરા, સંદીપભાઈ તાવીયા વગેરે હાજર હતા.કાર્યક્રમમાં પૂર્વં ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ વિનોદભાઈ વાલાણી, કાળુભાઇ તલાવડીયા, અમરશીભાઇ ચૌહાણ, વાલજીભાઇ મેર, મુનાભાઇ તાવીયા ચાણક્ય એકેડમીના સંચાલક રમણભાઇ તાવીયા મોળીલા સીમ શાળાના શિક્ષકઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભવાનભાઈ જતાપરાએ કર્યું હતું અને આભારવિધિ વિનોદભાઈ વાલાણીએ કરી હતી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here