વિંછીયાનાં આઈસર ચાલકની હત્યા કરનાર ત્રણ શખ્સો ગણતરીની કલાકોમાં ઝબ્બે

વિંછીયાનાં આઈસર ચાલકની હત્યા કરનાર ત્રણ શખ્સો ગણતરીની કલાકોમાં ઝબ્બે
વિંછીયાનાં આઈસર ચાલકની હત્યા કરનાર ત્રણ શખ્સો ગણતરીની કલાકોમાં ઝબ્બે

નજીવી બાબતે યુવાનની હત્યા કરનાર મેડીકલ સ્ટોરનાં સંચાલક સહિત ત્રણની ધરપકડ કરતી રૂરલ એલ.સી.બી

આઈસરમાં ઘઉં ખાલી કરવા આવેલા યુવાને રીવર્સમાં લેતી વેળાએ વિજપોલ ધરાશાહી થતા માથાકુંટ થઇ હતી

વિંછીયામાં આવેલી એલ.સી.બી શાખાવાળી શેરીમાં ઘઉં ખાલી કરવા આવેલા આઈસર ચાલકે વિજપોલ ધરાશાહી કરવા પ્રશ્ને ઝઘડો થતા મેડીકલ સ્ટોર્સનાં સંચાલક સહિત ત્રણ શખ્સોએ યુવાનને છરીનાં ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં પોલીસે ત્રણેય શખ્સોને ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ વિંછીયાનાં ગુંદાળા (જસદણ) ગામે રહેતો અને આઈસર ચલાવતો પ્રકાશભાઈ બુધ્ધાભાઈ કટેસીયા નામનો યુવાન ગઈકાલે પોતાના આઈસરમાં ઘઉં ભરી ખાલી કરવા વિંછીયામાં આવેલી એસ.બી.આઈ બેંક વાળી શેરીમાં ખાલી કરવા ગયો હતો. ત્યારે આઈસર રીવર્સ લેતી વખતે મેડીકલ પાસે આવેલો વિજપોલને અડી જતા વિજપોલ ધરાશાહી થયો હતો.

જેના પગલે મેડીકલ સ્ટોર્સ વાળા પિતા-પુત્રએ ઝઘડો કરી યુવાનને ઝાપટો મારી મારમાર્યો હતો. ત્યારબાદ રાત્રીનાં સમયે પ્રકાશ તેના પિતા બુધ્ધાભાઈ અને તેનો મિત્ર સહિત મેડીકલ સ્ટોર્સ વાળા રાજુ તુલસી નિમ્બાર્ક, જયદીપ રાજુ, વિજય મનુ નાં ઘરે સત્યજીત સોસાયટીમાં સમજાવવા ગયા હતા. ત્યારે મામલો બીજ્કતા મેડીકલ સ્ટોર્સનાં સંચાલક રાજુ તુલશીદાસ, તેનો પુત્ર જયદીપ અને વિજયએ છરી તથા લોખંડનાંમ પાઈપ વડે હુમલો કરી પ્રકાશને શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા ગંભીર હાલતમાં પ્રકાશને સારવાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબિબીએ યુવાનને મૃતક જાહેર કર્યો હતો.

Read About Weather here

બનાવનાં પગલે વિંછીયા પોલીસનાં પી.એસ.આઈ આર.કે.ચાવડા સહિતનાં સ્ટાફે મેડીકલ સ્ટોર્સનાં સંચાલક રાજુ તુલસીદાસ નિમ્બાર્ક તેનો પુત્ર જયદીપ અને વિજય મનુ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ આદરી હતી. હત્યાનાં બનાવનાં પગલે નાસી ગયેલા ત્રણેય શખ્સોની શોધવા એલ.સી.બી નાં ઇન્ચાર્જ પી.આઈ એચ.એમ.રાણા, પી.એસ.આઈ વી.એમ.કોલાદરા સહિતનાં સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી યુવાનની હત્યા કરનાર મેડીકલ સ્ટોર્સનાં સંચાલક રાજુ તુલસીદાસ નિમ્બાર્ક, તેનો પુત્ર જયદીપ અને વિજય મનુ સહિત ત્રણ શખ્સોની છાસીયા ગામ પાસેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here