પુરઝડપે, માનવ જીંદગી જોખમાય તે રીતે કાર ચલાવી બાઈક ચાલકને હડફેટે લઈ મોત નીપજાવવાના કેસમાં જેલમાં રહેલ આરોપીને નિદોર્ષ છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે.આ કેસનીવધુ વિગત મુજબ, ફરિયાદીના કૌટુંબીક ભાઈ છેલારામ માગીલાલ સીંધેલ ગત તા.9/1/2021 મોટર સાયકલ ચલાવીને કરીયાણાની દુકાને વસ્તુ લેવા જઈ રહ્યા હતા ત્યારે જામનગર હાઈ-વે રોડ ઉપર પરાપીપળીયા ગામ પાસે કાર પુરઝડપે,માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી સાયકલ ચાલકને હડફેટે લેતા ચાલકને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવેલ તેમજ અકસ્માત સમયે કારની સ્પીડના કારણે કાર ડીવાયડરટપી સામેની સાઈડના રોડ ઉપર જતી
Visit Saurashtra Kranti Homepage here
રહેલ જેથી કાર ચાલક સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી આરોપી કશ્યપભાઈ રમણીકભાઈ કરગથરાની ધરપકડ કરેલ અને આરોપી સામે પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ જે કેસ ચાલતા ફરિયાદ પક્ષે ચાર્જશીટ મુજબના સાહેદોને તપાસેલ અને આરોપી પક્ષ આરોપીની બનાવ સ્થળે હાજરી તેમજ કાર ચાલકની અકસ્માતના બનાવમાં બેદરકારી પુરવાર કરી શકેલ નથી
Read About Weather here
જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરેલ આરોપી પક્ષની રજૂઆતો તથા રેકર્ડ ઉપરના પુરાવાને ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિર્દેશ છોડવાનો હુકમ ફ2માવેલ છે.આ કેસમાં આરોપીઓ વતી વીનુભાઈ એમ. વાઢેર, શૈલેષભાઈ પંડીત, શૈલેષ મોરી, વિજય ભલસોડ, રીતીન મેંદપરા, જસ્મીન ઠાકર, કિંજલ દફતરી વકીલ તરીકે રોકાયેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here