કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આગામી તા.12મી જૂને ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું કોંગ્રેસના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેઓ આ વખતે દક્ષિણ ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે.કોંગ્રેસના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર રાહુલ ગાંધી 12મી જૂને વાંસદા આવી પહોંચશે.
Visit Saurashtra Kranti Homepage here
એમની હાજરીમાં ચારણવાડા ખાતે આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ થશે. આદિવાસીઓની જંગી જાહેરસભા અને રેલીને રાહુલ ગાંધી સંબોધન કરશે. કોંગ્રેસનાં મિશન- 2022 અંતર્ગત કોંગ્રેસના ટોચના નેતા ગુજરાતની વધુ એક યાત્રાએઆવી રહ્યા છે. રાહુલના કાર્યક્રમની તૈયારીઓ માટે રાષ્ટ્રીય કક્ષાએથી સુચના મળી હોવાથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા અને આદિવાસી નેતાઓ દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Read About Weather here
વિધાનસભાની ચૂંટણીઓ જેમ- જેમ નજીક આવતી જાય છે તેમ- તેમ કોંગ્રેસના નેતાઓનું ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. અગાઉ ગુજરાતમાં એક આદિવાસી સંમેલનને પ્રદેશ કક્ષાએ પણ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રીય નેતાની હાજરીમાં આદિવાસી સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે એ સૂચક માનવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here