(મયુર ઠાકોર દ્વારા)
વાંકાનેરના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે દીપડાઓ શહેર વિસ્તાર સુધી વિચરણ કરી રહ્યા છે ગઈકાલે વહેલી સવારે શહેરના દિગ્વિજયનગરમાં એક દીપડો પાંજરે કેદ થયા બાદ રાત્રીના એક દીપડો વાહન હડફેટે મૃત્યુ નિપજ્યા બાદ આજે વહેલી સવારે 5.30 કલાકે દિગ્વિજયનગરમાંથી પાંજરે પુરાયો હોવાનું વનવિભાગે જાહેર કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાની વ્યાપક ફરિયાદ બાદ ડાલામથ્થા જેવા દીપડા વાંકાનેર પેડક વિસ્તારમાં દિગ્વિજયનગર સુધી પહોંચ્યા હોવાની નાગરિકોની ફરિયાદ બાદ વનવિભાગ દ્વારા ગત અઠવાડિયે પાંજરા મુક્ત ગઈકાલે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે એક દીપડો પાંજરે પુરાયો હતો. આ ઉપરાંત વાંકાનેર નેશનલ હાઇ-વે ઉપર અજાણ્યા વાહન હડફેટે ચડી જતા એક ત્રણેક વર્ષના દીપડાનું મોત નિપજ્યા બાદ આજે વહેલી સવારે 5.30 કલાકે દિગ્વિજયનગર વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો હોવાનું વાંકાનેર ફોરેસ્ટ વિભાગે જાહેર કર્યું હતું.
Read About Weather here
દરમિયાન વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું કે દિગ્વિજયનગરમાં ગઈકાલે દીપડો ઝડપાયા બાદ વધુ એક પાંજરૂ મુકવામાં આવતા આજે સવારે 5.30 કલાકે અંદાજે 3થી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વાંકાનેર તાલુકાના મેસરીયા,રામપરા તેમજ ચોટીલાના ડુંગરાળ વિસ્તારમાંથી દીપડાઓ અહીં ચડી આવતા હોવાનું હાલમાં મનાઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here