વાંકાનેરની દોશી કોલેજમાં ગોલ્ડ મેડલની હેટ્રિક

વાંકાનેરની દોશી કોલેજમાં ગોલ્ડ મેડલની હેટ્રિક
વાંકાનેરની દોશી કોલેજમાં ગોલ્ડ મેડલની હેટ્રિક

હેતલ વોરાએ ગોલ્ડ મેડલ મેળવીને વાંકાનેર તાલુકા અને રાતીદેવળી ગામનું ગૌરવ વધાર્યું

(મયુર ઠાકોર દ્વારા)
દોશી કોલેજની વિદ્યાર્થીની વોરા હેતલને 20મી જાન્યુઆરી 2023ના રોજ ત્રણ ગોલ્ડ મેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે.
વાંકાનેરની દોશી કોલેજને ગયા વર્ષે કુલ ત્રણ ગૌલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મળેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ચાલુ વર્ષે વધારાના ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મુખ્ય વિષય ગુજરાતીની સાથે બીએે કરેલ વિદ્યાર્થીની હેતલ ત્રિભોવનભાઈ વોરાને પ્રાપ્ત થયેલ છે, જેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 20/01/2023 ના રોજ પદવીદાન સમારંભમાં રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલો પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ મેડલ અને બે પ્રાઈઝ તથા અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ અને એક પ્રાઈઝ મળેલ હતું.

Read About Weather here

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બધી જ કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ.માં સૌથી વધુ માર્કસ કુ. હેતલ વીરાએ પ્રાપ્ત કરેલ છે, તેઓને પ્રમુખ, સેક્રેટરી, આચાર્ય અને સર્વે અધ્યાપકો દ્વારા અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા દોશી કોલેજ પરિવારે પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here