વર્લ્ડ કપનું ગણિત…!

વર્લ્ડ કપનું ગણિત…!
વર્લ્ડ કપનું ગણિત…!
જો ભારત રવિવારે રમાનારી મેચને જીતી જશે તો લગભગ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લેશે. તો ચલો, હવે બીજા ગ્રુપમાં કેવાં સમીકરણો છે એની જાણકારી તમને આપીએ….. T-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાની ટીમે સતત ત્રીજી મેચ જીતી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાને ભારે રસાકસી બાદ અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી મેચ જીતી લીધી હતી. વળી, ગ્રુપ-Bમાં હવે ભારત અથવા ન્યૂ ઝીલેન્ડમાંથી કોઈ એક ટીમ સેમી-ફાઇનલમાં પહોંચવાની દાવેદાર માનવામાં આવે છે

બીજા ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી 3 અનુભવી ટીમ વચ્ચે રસાકસીભર્યો જંગ છે. એવામાં આપણે એવું માનીને ચાલીએ કે આ ત્રણેય ટીમ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવી દેશે. તો ચલો, આના આધાર પર આપણે સમીકરણો સામે નજર ફેરવીએ…..

જો ટીમ ઈન્ડિયા ન્યૂ ઝીલેન્ડને હરાવી દેશે તો પાકિસ્તાની ટીમના 10 પોઈન્ટ થઈ જશે અને એ બીજા ગ્રુપમાં પહેલા નંબર પર રહેશે. વળી, ભારત 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર રહેશે.

ન્યૂ ઝીલેન્ડ 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર રહેશે. આવી સ્થિતિમાં ભારતનો સામનો ગ્રુપ-1ની નંબર-1 ટીમ વિરુદ્ધ સેમીફાઈનલમાં થશે. જ્યારે આ ગ્રુપમાં ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ પર રહેશે.

જો ન્યૂ ઝીલેન્ડ ભારતને હરાવી દેશે તો પાકિસ્તાન તો ટોપ પર જ રહેશે, પરંતુ ન્યૂ ઝીલેન્ડ લગભગ સેમી-ફાઇનલમાં પહોંચી જશે. વળી, ભારત 6 પોઈન્ટ સાથે ટોપ-4ની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.

જો પાકિસ્તાની ટીમ અફઘાનિસ્તાન સામે હારી ગઈ હોત તો અફઘાનિસ્તાન પણ 1 જીત સાથે સેમી-ફાઇનલમાં પહોંચવાની દાવેદાર બની ગઈ હોત. એવામાં જો અફઘાનિસ્તાન એક એશિયન ટીમ છે

અને જેવી રીતે તેણે UAEમાં પ્રદર્શન કર્યું છે, જો તે ન્યૂ ઝીલેન્ડ તથા નામીબિયાને હરાવી દેત તો ભારત સામે પડકાર ઊભો થયો હોત. આવી પરિસ્થિતિમાં ભારતે ન્યૂઝીલેન્ડની સાથોસાથ અફઘાનિસ્તાનને પણ મોટા માર્જિનથી હરાવી નેટ રનરેટને વધારવા મહેનત કરવાની ફરજ પડી હોત.

જોકે આ બધી સંભાવનાઓ હતી, પરંતુ ક્રિકેટમાં કંઈપણ થઈ શકે છે.

વિરાટસેના હવે 31 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરથી અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરે નામીબિયા સામે મેચ રમશે.
ભારત અત્યારસુધી વર્લ્ડ કપમાં ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી.

જોકે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનો રેકોર્ડ આ ટીમ સામે ઘણો સારો રહ્યો છે, પરંતુ ICC ટૂર્નામેન્ટમાં ન્યૂ ઝીલેન્ડનું પલડું ભારે જ રહ્યું છે. હવે અફઘાનિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડને પણ હરાવવા સક્ષમ ગણવામાં આવી રહી છે.

એવામાં ભારતીય ટીમે પણ આ ગ્રુપની એકપણ મેચને હવે હળવાશની લેવાની જરૂર નથી અને બધી મેચ જીતી આ ટૂર્નામેન્ટને જીતવા પોતાનું બેસ્ટ આપવાની જરૂર રહેશે.

 પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું, ગ્રુપ-બીની સૌથી વિસ્ફોટક ટીમ પાકિસ્તાનને પણ અફઘાનિસ્તાન સામે જીતવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Read About Weather here

અફઘાનિસ્તાને ડેથ ઓવર્સમાં બિનઅનુભવી ટીમ સમાન જ પ્રદર્શન દાખવ્યું હતું, જેનો ફાયદો ઉઠાવી પાકિસ્તાને આ મેચ 6 બોલ પહેલાં 5 વિકેટથી જીતી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here