વરસાદના કારણે નવસારી જળબંબાકાર

વરસાદના કારણે નવસારી જળબંબાકાર
વરસાદના કારણે નવસારી જળબંબાકાર
નવસારીથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતાં શહેરમાં પાણી ઘૂસી આવ્યું હતું. નવસારીના ચીખલીમાં સવારથી લઇને બાર વાગ્યા સુધી આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે, ગણદેવીમાં સાત ઇંચ,વલસાડના ધરમપુર અને નવસારી શહેરમાં સાડા છ ઇંચ,નવસારીના જલાલપોરમાં પાંચ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.  નવસારીના બંદર રોડથી લઈને પૂર્ણા નદી સુધી જેટલો ઉત્તર દિશા તરફનો નીચાણવાળો વિસ્તાર તમામ પાણીમાં ગરકાવ થયો છે.​​​​​​​નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે. ત્યારે આ મેઘમહેર હવે આફત સાબિત થઈ રહી છે.
વરસાદના કારણે નવસારી જળબંબાકાર વરસાદ

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ચાર દિવસથી નવસારી શહેરમાં પૂરને લઈને સ્થિતિ વિકટ બની છે. આજનો દિવસ શહેર માટે મુશ્કેલીનો સાબિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.ગત રાત્રિએ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરીજનોને એક અપીલ કરતો મેસેજ વહેતો કર્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ સમગ્ર રાત્રિ દરમિયાન પાલિકા અને વહીવટી તંત્રએ મહેનત કરીને લોકોને સ્થળાંતરિત કર્યા હતા. આજે સવારે શહેરની વાત કરવામાં આવે તો નીચાણવાળા મોટા ભાગનાં મકાનો, દુકાનો અને અન્ય મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.

નવસારીમાં અંબિકા, પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં છે, જેથી શહેરમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ચીખલી નજીક કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં પૂરથી 40 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. 14,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRFની ટીમે જિલ્લામાં કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે. હાલમાં જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રકાશ ટોકીઝ ગરનાળાના જળસ્તરમાં વધારો થયો હતો, જેથી મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહારને પણ સીધી અસર થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

Read About Weather here

છેલ્લા 3 દિવસથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.પૂર્ણા નદીની જળસપાટીની વાત કરવામાં આવે તો 23 ફૂટ ભયજનક સપાટી વટાવી હાલમાં નદી 27 ફૂટે વહી રહી છે તેમજ અંબિકા નદીની વાત કરવામાં આવે તો એની ભયજનક સપાટી 28 ફૂટ છે તેને વટાવી હાલ 31.81 ફૂટના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 28 ફૂટની ભયજનક સપાટીએ વહી રહી છે.સુરત સચિન મરોલીને જોડતો સ્ટેટ હાઇવે પણ બંધ થયો છે. શહેરની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here