વનવિભાગની સિંહ ઓળખવાની ખાસ પદ્ધતિ…!

વનવિભાગની સિંહ ઓળખવાની ખાસ પદ્ધતિ…!
વનવિભાગની સિંહ ઓળખવાની ખાસ પદ્ધતિ…!
સિંહની ઓળખને વૈશ્વિક બનાવવાની પણ ખાસ પદ્ધતિ રાજ્યના વનવિભાગે અપનાવી છે. સિંહની ગણતરી વનવિભાગ દર પૂનમ વખતે અવલોકન કરીને કરતું હોય છે. ત્યારે તેની ગણતરી બાદ ઓળખ સ્થાપિત કરવામાં આવે છે. આ અંગે નિવૃત્ત સીસીએફ દુષ્યંત ટી. વસાવડા કહે છે, માનવીને જેમ અંગૂઠાની છાપ યુનિક હોય છે એજ રીતે સિંહની મૂછની પેટર્ન પણ યુનિક જ હોય છે.તેને અમારી ભાષામાં વીસ્કર પેટર્ન કહેવાય છે. ગીરમાં લગભગ દરેક સિંહને માઇક્રોચીપ ફીટ કરાયેલી છે. અને દરેક ચીપને 10 આંકડાનો યુનિક નંબર છે. આ રીતે મોટાભાગના સાવજોને 10 આંકડાના નંબરથી ઓળખવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ માઇક્રોચીપ જેતે સિંહની ઇન્ફાઇટ બાદની સારવાર, રેસ્ક્યુ જેવા સમયે ફીટ કરી દેવાઇ હોય છે. જ્યારે પુનમનું અવલોકન થાય ત્યારે દરેક સિંહનો સામેનો અને બંને સાઇડનો ફોટો લેવાય છે. તેમાં તેની વિસ્કર પેટર્નનો ફોટો ખાસ આવી જ જાય તેનું ધ્યાન રખાય છે.આ સાથે તેના શરીર પર ઇજાનાં નિશાન, કાન કે પૂૂંછડી કપાઇ ગઇ હોય તો તેની પણ નોંધ હોય છે. આ બધી જ નોંધ અને વીસ્કર પેટર્નનો ફોટો વનવિભાગના સીમ્બા નામના સોફ્ટવેરમાં કરાય છે. બધા સિંહનો ડેટા સાસણના સેન્ટ્રલ ડેટા સેન્ટરમાં રખાય છે.

Read About Weather here

જ્યારે સિંહનું મૃત્યુ થાય ત્યારે તેની વીસ્કર પેટર્નનો ફોટો સીમ્બા સોફ્ટવેરમાં નાખતાંજ તેના યુનિક નંબર સહિતની ઓળખનો આખો ડેટા સામે આવી જાય. તેમાં એ સિંહના મૃત્યુની નોંધ પણ થઇ જતી હોય છે.સિંહને ગમે ત્યાં ચીપ ફીટ કરાય એટલે તેનો ડેટા આપોઆપ સાસણમાં ખુલી શકે એવો એ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર હૈદ્રાબાદની ટેલિઓલેબ્સ દ્વારા વિકસાવાયો છે. પૂનમના અવલોકન અથવા સિંહની વસ્તી ગણતરી વખતે તેની વીસ્કર પેટર્નના ફોટા કેમેરામાં પાડી બધા કેમેરા સાસણના ડેટા સેન્ટરમાં આવેલા સર્વરમાં અપલોડ કરાય છે. અને તેની ગણતરી અને લોકેશન, શરીર પરના ઇજાના નવા નિશાન હોય તો તે અપડેટ થઇ જાય છે.ફોટો તેમાં નાખતાંજ તેના 10 આંકડાનો નંબર સામે આવી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here