વડોદરામાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત

વડોદરામાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત
વડોદરામાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત

મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન છે અને છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પણ બંનેના મોત થયા હતા. આમ રાત્રે 12થી લઇને અઢી વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું હોવાની પોલીસને આશંકા છે.

જેને પગલે પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાનો ભાઇ શૈલેન્દ્ર બારીયા સ્થળ પર પહોંચી ગયો હતો.

ન્યૂ સમા રોડ પર આવેલી 48, ચંદનપાર્ક સોસાયટી 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યા હતા.

ત્યારબાદ બંનેની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.

બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચુ કારણ બહાર આવશે.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત થયા છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા બાદ બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. જેને પગલે પોલીસે માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Read About Weather here

એસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલ અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here