પશુપાલકો અને ખેડૂતો માટે સિંહ બન્યા મુસીબત, વન વિભાગ મદદરૂપ થવા આગળ આવે તેવી લોકમાંગ
(કિરીટ જોટવા દ્વારા)
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહના ટોળા દ્વારા મારણ અને ખેતરોમાં વસવાટના સમાચાર જોવા મળી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
થોડા દિવસ પેહલા વડિયાના ગ્રામીણ વિસ્તારમાં એક વછેરી અને બે વછરડાના મારણના મીડિયા અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ પણ ઢૂંઢિયાપીપળીયા ગામની સીમમાં એક ખેતર નીલગાયનું મારણ કર્યાના સમાચાર વહેતા થયા હતા. હાલ ફરી ઢૂંઢિયા પીપળીયા ગામેથી તોરી જવાના રસ્તે ફરી મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. હાલ સરકારદ્વારા ખેડૂતોને રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે. ખેતીના કામ માટે રાત્રે જવામાં ખેડૂતોને ડર લાગતા કોઈ રાત્રીના સમયે વાડીએ જવાનુ ટાળી રહ્યા છે.
Read About Weather here
તો આ વિસ્તારમાં પશુપાલકોનું પ્રમાણ પણ વધુ હોવાથી માલધારી પશુપાલકોને પણ પોતાના પશુઓના મારણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે હાલ આ સિંહના ટોળા બાબતે વન વિભાગ આગળ આવી તેને આ વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં ખાસેડવાની કામગીરી કરે તેવી માંગણી આ વિસ્તારના લોકો, પશુપાલકો અને ખેડૂતો કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here