વડાપ્રધાન મોંઘવારી અંગે મૌન છે: રાહુલ ગાંધીનો આક્ષેપ

એક પરિવાર, એક ટિકિટનાં નિયમને પક્ષની શરતી મંજૂરી
એક પરિવાર, એક ટિકિટનાં નિયમને પક્ષની શરતી મંજૂરી

કોંગ્રેસ નેતાનો કટાક્ષ: પોતાની કે પોતાના મિત્રોની ટીકા થાય ત્યારે જ વડાપ્રધાન એકાએક આક્રમક બની જાય છે

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વીટર થકી ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક રીતે હલ્લો બોલાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો અને ભાજપ કાર્યકરોની હત્યાઓ થાય છે

Visit Saurashtra Kranti Homepage here

ભાવ વધારો થઇ રહ્યો છે. છતાં વડાપ્રધાન ચુપ રહે છે. પણ જયારે એમની ખૂદની એમના મિત્રોની ટીકા થાય તો તુરંત જ આક્રમક બની જાય છે.

તાજેતરમાં ભારતનાં લશ્કરી વડા એમ.એમ.નારવણે એ ચીન અંગે કરેલું નિવેદન રાહુલે સખ્ત રીતે વખોડી કાઢ્યું હતું. નારવણે એ એવું કહ્યું હતું કે ચીન તો અહીં જ ધામા નાખવાનું છે.

રાહુલે લશ્કરી વડાને તીખો સવાલ કર્યો હતો કે, ચીન અહીં પડ્યું પાથર્યું રહેવાનું છે તો શું આપણી જમીન પર રહેશે?

બીજા એક ટ્વીટમાં રાહુલે વધતી જતી ભાવ સપાટી અને ખેડૂતોની હત્યાઓ અંગે વડાપ્રધાન મોદીનાં મૌનની આકરી ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું કે, ફૂગાઓ વધે છે, ઇંધણનાં ભાવ વધે છે અને મોદી ચુપ છે.

Read About Weather here

ખેડૂતો તથા ભાજપ કાર્યકરોની હત્યા થાય છે અને મોદી ચુપ છે, પણ જેવી કોઈ એમની ટીકા કરે યા એમના દોસ્તોની ટીકા કરે તો મોદી માત્ર બોલતા નથી પણ ઉશ્કેરાઈ જાય છે સાચી ટીકાથી પણ છનછેડાઈ જાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here