
ગરીબ પરિવારો 20 વર્ષથી વસવાટ કરે છે એમને દુર ન કરવા મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર
આજે યુવા ભીમ સેના દ્વારા પારડીના વિવિધ સર્વેનંબરમાં રહેણાંક ધરાવતાઅનુ.જાતિ સમુદાયના તથા અન્ય પછાત વર્ગના લોકોને કબજા ધરાવતા રહેણાંકના મકાનો કાયદેસર કરી આપવા બાબતે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ અને સરકારની જવાબદારીના ભાગરૂપે અનુ.જાતી સમાજના તથા અન્ય પછાત વર્ગના લોકોના બંધારણીય અધિકારો તેમજ માનવ અધિકારોનું રક્ષણ કરવું એ સરકારની પવિત્ર ફરજ છે. જેથી આ પરીવારના લોકો દ્વારા અનેક વખત પોતાના રહેંણાક વાળી જગ્યાને કાયદેસર કરી આપવા રજુઆતો કરેલ છે. તેમ છતાં તંત્રો દ્વારા 15-20 વર્ષથી કબજા ભોગવટા ધરાવનાર પરીવારોની રહેણાંકની જગ્યા કાયદેસર કરી આપવા અંગેની રજુઆતોને કયારેય ઘ્યાનમાં લેવામાં આવેલ નથી.
જયારે તેની સામે મોટા ઉદ્યોગપતિઓ અને ખેતીધારકો પોતે જાણી જોયને સરકારી જમીનોમાં પેશકદમી કરી પેશકદમીના કેશો કરાવી, પેશકદમીવાળી જગ્યા પોતાના નામે તાત્કાલીક મંજુર કરાવી લે છે અને તંત્ર પણ એનકેન પ્રકારે તેને મદદરૂપ થઈ ‘પૈસાદારને વધુ પૈસાદાર’ બનાવવાનો પ્રયત્ન કરે છે. હાલમાં પારડી ગ્રામ પંચાયત દ્વારા ઉપરોક્ત જગ્યામાં રહેઠાણ ધરાવતા અનુ.જાતી સમાજના તથા અન્ય પછાત વર્ગના પરીવારોને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 હેઠળની નોટીસ આપવામાં આવેલ છે.
Read Saurashtra Kranti E-Paper here
સમાજના કલ્યાણ માટે તેમના હકક તરીકે અપાતી જમીનો ઉપરના દબાણોને તમામ રાજય સ2કા2ોને અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારોને આદેશાત્મક સુચનાઓ આપેલ છે જેમાં આવી લોકોપયોગી જાહેર જમીનો ઉપરના દબાણો દુર કરવા તેમજ તેનો યોગ્ય અમલ કરવા નિર્દેશો અપાયા છે. અલબત આવા કિસ્સાઓમાં જયાં ભુમિ વિહીનોને લીઝ ઉપર જમીન અપાયેલ હોય અથવા તો અનુ. જાતિ, અનુ. જન જાતિના લોકોને જમીન રહેણાંક માટે અપાય હોય કે જયાં સ્કુલ ડીસ્પેન્સરી કે બીજી જાહેર ઉપયોગીતા માટે વપરાય હોય તેવા દબાણો વિનિયમીત કરવા સિવાયના અન્ય તમામ દબાણો દુર કરવા સુચના અપાય છે.આ રજુઆત ઘ્યાને લઈ મુ. પારડી, તા.લોધિકા, જી.રાજકોટ ના વિવિધ સર્વે નંબરમાં રહેણાંક ધરાવતા અનુ.જાતિ સમુદાયના તથા અન્ય પછાત વર્ગન લોકોને કબજા ધરાવતા રહેણાંકનાં મકાનો નિયમો અનુસાર કાયદેસર કરી આપવા અરજ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here