લોકોને લોભામણી સ્કીમ આપી રુ.1.37ની છેતરપીંડી કરનાર ભરૂચથી ઝડપાયો

લોકોને લોભામણી સ્કીમ આપી રુ.1.37ની છેતરપીંડી કરનાર ભરૂચથી ઝડપાયો
લોકોને લોભામણી સ્કીમ આપી રુ.1.37ની છેતરપીંડી કરનાર ભરૂચથી ઝડપાયો

ગુજરાત સહિત આંતર રાજ્યમાં 15 થી વધુ ઠગાઈ કરનાર યુ.પી નો ભેજાબાજ પાંચ વર્ષે પોલીસને હાથ લાગ્યો

રાજકોટ શહેરમાં લોકોને સસ્તામાં જમીનનાં પ્લોટ આપવાની લોભામણી સ્કીમનાં નામે રૂ. 1.37 કરોડનું ફૂલેકું ફેરવી નાસી ગયેલો યુ.પી નો શખ્સ પાંચ વર્ષે પોલીસનાં હાથ લાગ્યો છે. મૂળ યુ.પી નાં અને હાલ ભરૂચમાં જડેશ્વર રોડ પર તુલસીધામ ચોક ખાતે સોમનાથ સોડા નામની દુકાન ચલાવતો દુર્ગાપ્રસાદ મહ્દેવ યાદવ નામના શખ્સને રાજકોટ પેરોલની ટીમે પકડી પાડ્યો છે.

જાહેર જનતાનાં રૂ.1.37  કરોડ જેવી માતબર રકમની છેતરપીંડી કરનાર દુર્ગા પ્રસાદ યાદવ સમે અલગ-અલગ રાજ્યોમાં રાજસ્થાનમાં 5 ગુના, ઉતરપ્રદેશમાં 7 ગુના અને ગુજરાતમાં 3 ગુના નોંધાયા છે. ઉપરોક્ત શખ્સે આ કામના આરોપી દીલીપ જૈન જે ચેરમેન કમ મેનેજીંગ ડાયરેકટર (સી.એમ.ડી) જેઓ એ દીલ્લી ખાતે પોતાની સ્કાયલાર્ક ડેવલોપર્સ એન્ડ ઇન્ફોટકચર ઇન્ડીયા.લી. નામની કંપની આવેલ જે કંપની બ્રાયો -ઉતરપ્રદેશ તથા ગુજરાત તથા રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં આ કંપનીની બ્રાંચો આવેલ હતી.

Subscribe Saurashtra Kranti here

જેમા બધી બ્રાંચોમાં અલગ-અલગ માણસો સંભાળતા હતા.જેમા દીલીપ જૈન જે ચેરમેન સાથે રહી અને ગુજરાતમાં – તથા ઉતર પ્રદેશમાં આ કામના આરોપી આરોપી દુર્ગા પ્રસાદ સન ઓ મહાદેવ યાદવ (રહે મુળ ઉતરપ્રદેશ જૌનપુર મહેવા ગામ) પોસ્ટ ગોપાલ તથા તેની નીચે રાજકુમાર કટીયાલ જે મુળ યુ.પી.ના જે બંન્ને રાજકોટમાં સેલ્સમેન મારફત કંપનીની જમીન રાજકોટમાં લીધેલ છે અને પ્લોટો પાડેલ છે

અને આ પ્લોટો સેલ્સમેનો મારફત એવુ સમજાવવામાં આવતું કે મહીને પૈસા જમા કરાવો અને છેલ્લે પાકતી મુદતે જમા કરાવેલ પૈસા અથવા જમીનના પ્લોટોની લોભામણી સ્કીમો આપી મંથલી તથા છ- માસીક તથા વાર્ષીક સ્કીમો જણાવી અને વળતર આપવાની વાત કરી અને રાજકોટમાં આ કામના ફરીયાદીના પત્ની એજન્ટ તરીખે જોડાયેલા અને તેઓએ 200/- સભ્યો બનાવેલ અને આરીતે ઉપરોકત ઇસમોએ આ રીતે સ્કીમ બનાવી પબ્લીકના પૈસા લઇ અને રાજકોટમાં કુલ- ૧,૩૭,૧૪,૮૪૧/- (એક કરોડ સાડત્રીસ લાખ ચૌદ હજાર આઠસો એકતાલીસ) ની આ કામના આરોપીઓ ભેગા મળી અને ફરીયાદી તથા સાહેદોને પૈસા ન આપી રાજકોટની ઓફીસ બંધ કરી

Read About Weather here

તથા દીલ્લી ખાતેની ઓફીસ બંધ કરી મજકુર આરોપીઓ ફરાર થઇ ગયેલ હોય અને આ કામે રાજકુમારને પેરોલ ફર્લો અગાઉ ૨૦૧૮ શોધી કાઢેલ હતો. આ કામે ગુન્હો દાખલ થયા બાદ આ કામનો ર૦૧૭ થી આ કામનો આરોપી આરોપી દુર્ગા પ્રસાદ સન/ઓ મહાદેવ યાદવનાસતો ફરતો હોય જેને પેરોલ ફર્લો- સ્કોર્ડનના પોલીસ પકડી પાડેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here