લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતનાં બે બાળકો પણ છે. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી ટૂર-સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુ:ખદ ઘટનાની જાણકારી આપી હતી.
Read About Weather here
મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ-કાશ્મીરના છે, જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here