ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહીં, પાલિકાનું આઈકાર્ડ પણ હતું, જેથી ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. સુરતના અડાજણની સીકેવીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં બુધવારે 3 લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. બીજી તરફ તેજસ પટેલપણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી ગયા હતા. ઘરે મહિલા હતી.
Visit Saurashtra Kranti Homepage here
બાદમાં ફરી આવીને મહિલાને બેભાન કરવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.ત્રણેય લૂંટારા થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી. મહિલાને પણ એવું હતું કે પાલિકાના કર્મચારીઓ છે એટલે તેમણે પણ જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઊભો રહ્યો હતો.
Read About Weather here
આ દરમિયાન એક ઈસમે તેના સાગરીત સાથે મહિલાનું ગળું દબાવી ઘેનનો પદાર્થ સૂંઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે અડાજણ પોલીસે માત્ર અરજી લઈને તપાસ શરૂ કરી છે.જોકે મહિલાએ પહેલા તો બેભાન થઈ હોવાનું નાટક કરી થોડીવારમાં ઊભી થઈને બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી, જેને કારણે આજુબાજુના લોકો દોડી આવતાં ત્રણેય લૂંટારા ત્યાંથી ભાગી ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here