લુણાવાડા નજીક ગમખ્વાર અકસ્માત: 5થી વધુ લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

લુણાવાડા નજીક ગમખ્વાર અકસ્માત: 5થી વધુ લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
લુણાવાડા નજીક ગમખ્વાર અકસ્માત: 5થી વધુ લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

અચાનક ટેમ્પો પલટી ખાઈ જતાં ખાડામાં ખાબક્યો: અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની શક્યતા

લુણાવાડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે, જ્યાં એક ટેમ્પો એકાએક ખાડામાં પડી જતાં એમાં સવાર 5 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે આ આંક હજુ વધી શકે છે. જ્યારે અન્ય 15થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સહિત 108 એમ્બુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કાર્યવાહી હાથ ધરી રહી છે. ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો અને અચાનક પલટી મારી જતાં અકસ્માત નડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગઠા ગામથી સાત તળાવ ગામ પાઘડીએ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લુણાવાડા તરફથી આવતી કાર અને ટેમ્પો સામસામે ટકરાયાં હતાં. જેમાં ટેમ્પો પલટી ખાતા સ્થળ પર જ 5 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે અને 15 ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ, વિનાયક હોસ્પિટલ સહિતની શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે 5 જેટલી 108 વાન બોલવાઈ છે તેમજ લુણાવાડા પોલીસસહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં છે. આ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here