લુખ્ખાઓનો આતંક…!

લુખ્ખાઓનો આતંક…!
લુખ્ખાઓનો આતંક…!
ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ છ શખ્સોએ બે કર્મચારીઓને લાકડાના સપાટાઓથી ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લુખ્ખાગીરીના દ્રશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.વાલિયા-નેત્રંગ રોડ પર જલરામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલ પંપ આવેલો છે. અહીં વિજય વિકટર વસાવા અને મિત્રકુમાર પટેલ સહિતના અન્ય કર્મચારીઓ રાત્રિના સમયે ફરજ બજાવી રહ્યા હતા, આ સમયે એક એક્ટિવા ચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેને પ્રથમ 150 રૂપિયાનું અને બાદમાં 130 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહેતા વિજય વસાવાએ રકમ નક્કી કરવા કહ્યું હતું. જેથી એક્ટિવા ચાલક ઉશ્કેરાયો હતો. પંપ પર ફરજ બજાવી રહેલા વિજય અને મિત્ર પટેલ સાથે મારામારી કરી જતો રહ્યો હતો.એક્ટિવા ચાલક બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો. પરંતુ, રાત્રિના 12 વાગ્યે વિજય અને મિત્ર પટેલ સહિતના કર્મચારીઓ કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જ છ શખ્સો લાકડાના સપાટાઓ લઈને આવી પહોંચ્યા હતા.

Read About Weather here

જેને જોઈ ડરી જતા વિજયે કેબિનમાં સંતાવનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લાકડાના સપાટાઓ સાથે ધસી આવેલા શખ્સો કેબીનમાં ઘૂસ્યા હતા અને વિજય પર તૂટી પડ્યા હતા.પેટ્રોલપંપ પર સીસીટીવીમાં લુખ્ખાગીરીના જે દ્રશ્યો કેદ થયા છે તે અત્યંત ડરાવનારા છે. આરોપીઓને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે આતંક મચાવતા જોવા મળ્યા હતા. 6 મિનિટ સુધી આખા પેટ્રોલપંપને બાનમાં લઈ આતંક મચાવનારા લુખ્ખાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here