લુંટેરી દુલ્હન…!

લુંટેરી દુલ્હન...!
લુંટેરી દુલ્હન...!
યુવકે સાત દિવસ પહેલા આર્ય મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી દુલ્હનએ પતિ સાથે શારીરિક સંબંધ બનાવવાથી ઇન્કાર કર્યો હતો. રાજસ્થાનના પોખરણમાં એક લૂટેરી દૂલ્હનનો કેસ સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોખરણના ભણિયાણા વિસ્તારમાં એક યુવકે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પછી એક દિવસ યુવતીએ સારવાર માટે હોસ્પિટલ જવાની વાત કરી હતી. જયાંથી તક જોઈને પૈસા અને ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. લગ્ન કરાવનાર દલાલ પણ ફરાર થઇ ગયો છે.

યુવક જયારે ઘરે પહોંચ્યો તો તેને જોયું કે પત્ની ગાયબ હતી અને ઘરમાંથી પૈસા-ઘરેણા પણ ગાયબ હતા. યુવકે પોતાની પત્નીને ફોન કર્યો તો નંબર બંધ હતો. તેને શંકા જઈ હતી. આ પછી યુવક પોલીસને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે કેસ નોંધી ફરાર દૂલ્હન અને લગ્ન કરાવનાર દલાલની શોધ કરી રહી છે.

ભમિયાણા પોલીસ સ્ટેશનમાં પીડિત બાબૂ રામે જણાવ્યું કે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહે તેને લગ્ન કરાવવા માટે રાજી કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કરાવી દેશે. તેણે શાંતિ સાથે તેનો પરિયય કરાવ્યો હતો અને લગ્ન માટે ૬ લાખ રૂપિયા લીધા હતા.

Read About Weather here

લગ્ન જોધપુર સ્થિત આર્ય સમાજ મંદિરમાં એક વકીલ દ્વારા કર્યા હતા. મેં શાંતિને લગ્ન પછી સોના અને ચાંદીના દ્યરેણા પણ આપ્યા હતા. જોકે તેણે તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી સંબંધ બાંધવાની ના પાડી હતી.લગ્ન પછી યુવતીના પરિવારજનોનો ડર બતાવી એસપી પાસે સુરક્ષાની માંગણી પણ કરાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here