લીંબડી અને સાયલા નજીક ચાર દિવસ પૂર્વે કાર ડિવાઇડર સાથે અથડાતા નવલનગરમાં રહેતા અને સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જિતેન્દ્રભાઇ મેરામભાઇ ડાભી ગત તા.23ના બે અધિકારીઓને સરકારી કારમાં બેસાડીને ગાંધીનગર ગયા હતા અને સાંજે ગાંધીનગરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા,
Visit Saurashtra Kranti Homepage here
કાર લીંબડી અને સાયલા નજીક બોળિયા ગામના પાટિયા પાસે પહોંચી હતી ત્યારે કોઇ કારણસર કારચાલક જિતેન્દ્રભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇ હતી, કારચાલક જિતેન્દ્રભાઇને ગંભીર ઇજા થતાં તેને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સોમવારે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બંને અધિકારીને સામાન્ય ઇજા થઇ હતી.જિતેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે, યુવાન પુત્રનાં મોતથી ડાભી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here