લીંબડી પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ; 18 ને ઇજા

લીંબડી પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ; 18 ને ઇજા
લીંબડી પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ; 18 ને ઇજા

સોમનાથ થી અમદાવાદ જતી બસના 18 મુસાફરો ઇજાગ્રસ્ત થતા 5 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

લીંબડી રાજકોટ હાઇવે ઉપર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સોમનાથથી અમદાવાદ જતી લક્ઝરી બસને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીંબડી પાસે લક્ઝરી બસ પલ્ટી ખાતા એક મહિલા સહિત 18 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

Subscribe Saurashtra Kranti here

જ્યારે ઘટનાની જાણ 108ને કરાતાં 5 જેટલી એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વિગતો લીંબડી રાજકોટ હાઇવે પર વસ્તડીના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સોમનાથથી અમદાવાદ જતી લકઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા ખાનગી ઇજા લક્ઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી લકઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં એક મહીલા સહીત 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમને લોહિલુહાણ હાલતમાં 5 જેટલી 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદલીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ ગોઝારા અકસ્માતના ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જીગર મોદી 25 વર્ષ (વડનગર),ધાર્મિક મોદી 22 વર્ષ (અમદાવાદ),આશિષ જોશી 31 વર્ષ (જૂનાગઢ), મહેશ સાવલીયા 34 વર્ષ (અમદાવાદ), રૂત્વીક પટેલ 26 વર્ષ (અમદાવાદ),શિવલાલ મોહરે 18 વર્ષ (મોટા ત્રાડીયા),મીરાદેવી નરેશચંદ્ર 56 વર્ષ (ચાંગોદર), અનુજકુમાર ગુપ્તા 30 વર્ષ (ચાંગોદર), મેરાભાઇ રાઠોડ 60 વર્ષ (અમદાવાદ), બાબુભાઇ મેરાભાઇ 40 વર્ષ (અમદાવાદ), લક્ષ્મીબેન મેરાભાઇ 60 વર્ષ (અમદાવાદ, દર્શિત અમૃતભાઇ પટેલ 29 વર્ષ (અમદાવાદ), કોમલ જીતેન્દ્રભાઇ 29 વર્ષ (અમદાવાદ), પ્રાંજલ દિપકભાઇ 26 વર્ષ (અમદાવાદ), હરીશ ગુપ્તા 60 વર્ષ (નોઇડા), રેખા ગુપ્તા 55 વર્ષ (નોઇડા),સૌરભ પટેલ 26 વર્ષ ( પાટણ )ને સ્થાનિક લોકોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસૌરાષ્ટ્ર-ગુજરાતના બાળકોને અંગ્રેજી બોલવામાં ફાંફાં કેમ?
Next articleસૌરાષ્ટ્રમાં અંતે મેઘરાજાની પધરામણી, મુરઝાતી મોલાતને જીવતદાન