લાભાર્થી પરિવારો બાળકોને ભણાવે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શિમલામાં વડાપ્રધાનની હાજરીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ રાષ્ટ્રીય સંમેલનની સાથે- સાથે ગુજરાતમાં પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો વર્ચ્યુઅલ જોડાયા હતા. આ તકે મુખ્યમંત્રીએ એવી મહત્વની સલાહ આપી હતી કે, લાભાર્થી પરિવારો એમના બાળકોને શિક્ષણ જરૂર અપાવે. સરકાર તમારી પડખે છે અને રહેશે જ.કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાનાં અનેક લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને શિમલા કાર્યક્રમમાં હાજરી આપીને દેશ અને ગુજરાતનાં કરોડો ખેડૂતોનાં બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ સહાયનો 11મો હફતો ડીબીટી માધ્યમથી ચૂકવ્યો હતો. ગુજરાતનાં 28 લાખ ખેડૂતોને પણ લાભ મળ્યો છે. કુલ રૂ.21 હજાર કરોડની ચુકવણી દેશભરનાં ખેડૂતોને કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાનાં લાભો જેમણે મેળવ્યા છે એમાંથી શીખીને બાકી રહેલા નાગરિકોને યોજનાના લાભો મેળવવા આહ્વાન કર્યું હતું. તેમણે બાળકોના શિક્ષણ પર ભાર મુકતા લાભાર્થી પરિવારોને સલાહ આપી હતી કે, આજના સમયમાં શિક્ષણ જ ઉન્નતિનો માર્ગ છે ત્યારે આપણી પણ ફરજ છે કે બાળકોને ભણાવીએ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારી પડખે છે અને રહેશે. મુખ્યમંત્રીએ ઘણા લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. કચ્છનાં કુનરિયા ગામનાં મિતેષ વિરમભાઈ ડાંગરે કહ્યું હતું કે, હું પહેલા કાચા મકાનમાં ભાડેથી રહેતો હતો. ત્રણેય ઋતુમાં ખૂબ તકલીફ ભોગવી હતી.

Read About Weather here

મારૂ પોતાનું મકાન હોય એવું મારૂ સપનું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મારૂ મકાન મળ્યું છે. મારૂ સપનું પૂરું થયું છે એ માટે હું સરકારનો આભાર માનું છું. મને ઘરમાં ગેસ કનેક્શન અને નળથી પાણી પણ મળતું થઇ ગયું છે. પંચમહાલનાં શહેરા તાલુકાનાં વાહી ગામનાં સેજલબેન પરમારે જણાવ્યું હતું કે, કોરોનાનાં કાળઅ ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું ત્યારે સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજના મારા માટે આશિર્વાદરૂપ રહી છે અને મિશન મંગલમ યોજના થકી મને નોકરી મળી ગઈ છે. ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામનાં સંગીતાબેન રાવળે કહ્યું કે, મને પ્રધાનમંત્રી આવાસ યોજના જનની સુરક્ષા, વન નેશન- વન રેશન તથા આયુષ્માન કાર્ડનો લાભ મળી ગયો છે. હું સરકારનો આભાર માનું છું. ખેડાનાં વતની 28 વર્ષનાં મયુર પટેલે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, મારા હૃદયમાં તાર વધતો જતો હોવાથી મારા હાર્ટબીટ વધી જવાની ગંભીર તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ 1 લાખ સુધીનો થાય તેમ હતો. પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં આયુષ્માન કાર્ડની મદદથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં મારૂ ઓપરેશન વિનામૂલ્યે થયું. આજે હું એકદમ સ્વસ્થ છું એ બદલ હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખૂબ આભારી છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here