લવ મેરેજમાં ડબલ મર્ડર

લવ મેરેજમાં ડબલ મર્ડર
લવ મેરેજમાં ડબલ મર્ડર
યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખ્યો હતો. ઉપલેટામાં આજે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ડબલ મર્ડરની ઘટના બની છે. યુવક-યુવતીને સરાજાહેર અજાણ્યા શખસોએ રહેંસી નાખતાં ચકચાર મચી ગઇ છે. જોકે પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણ ખૂલ્યું છે.આજે સગા ભાઈએ જ બહેન-બનેવીની છરીના આડેધડ ઘા મારી પતાવી દીધાં હતાં.પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયાને હિનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
હિનાએ અનિલ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે પડ્યો જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.હીનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા ભાઈ સુનિલને આંખના કણાની જેમ ખટકતું હતું. હીના અનિલ સાથે પ્રેમ કરતી હતી. હીનાએ પરિવારને પણ અનિલ સાથે લગ્ન કરાવી દેવાનું કહ્યું હતું. પરંતુ પરિવારે ઇન્કાર કર્યો હતો. બાદમાં એક વર્ષ પહેલા ઉંમર ઘટતી હોવાથી પ્રેમલગ્ન કરવા જતા બંને ઝડપાયા હતા.પોલીસ પાસેથી મળતી માહિત મુજબ, હિનાએ એક વર્ષ પહેલાં ખીરસરા ગામના અનિલ સાથે પ્રેમલગ્ન કરવા જતાં ઉંમર ઓછી પડી હતી.

યુવકના મૃતદેહને પોલીસે પીએમમાં ખસેડ્યો.

Read About Weather here

ત્યારે ભાયાવદર પોલીસે હિનાનો કબજો લેતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ ગટગટાવ્યું હતું. હિનાની એક જ જીદ હતી કે મારે અનિલ સાથે જ લગ્ન કરવા છે, પરંતુ પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. બાદમાં ઉંમર પૂરી થતાં 6 મહિના પહેલાં હિનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા માર્યાનું જોવા મળ્યું હતું.સુનિલે બહેન હીનાને પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા માર્યાનું જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here