લગ્ન અને લડાય બંને ફરજ પૂરી પાડતા યુક્રેન-દંપતી…!

લગ્ન અને લડાય બંને ફરજ પૂરી પાડતા યુક્રેન-દંપતી...!
લગ્ન અને લડાય બંને ફરજ પૂરી પાડતા યુક્રેન-દંપતી...!
યારયાના એરિએવા અને તેમના પાર્ટનર સ્વિયાટોસ્લાવ ફર્સિને કીવના સેન્ટ માઈકલ મોનેસ્ટ્રીમાં લગ્ન કર્યા. આ લગ્નનો વીડિયો CNNએ જાહેર કર્યો છે. યુક્રેનમાં રશિયન હુમલા પછી સતત ભયાનક તસવીરો સામે આવી રહી છે, પરંતુ આ તસવીરની વચ્ચે કેટલીક ક્ષણ ભાવુક કરી દેનારી પણ હતી. એવી જ એક તસવીર સામે આવી યુક્રેનની રાજધાની કીવમાંથી. કીવમાં જ્યારે રશિયાના ફાઈટર જેટ બોમ્બ અને મિસાઈલ ફેંકી રહ્યાં હતા તે દરમિયાન જ એક કપલ લગ્નના તાંતણે બંધાઈ રહ્યું હતું.આ વીડિયોમાં લગ્નની પરંપરા મુજબ જ્યાં એક તરફ ચર્ચની બેલ વાગી રહી છે, તો બીજી તરફ હવાઈ હુમલાથી સાવધાન કરવા માટેની સાયરનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એરિએવાએ CNNને કહ્યું, લગ્નના સંસ્કાર પૂરાં કરતા સમયે કાનમાં હવાઈ સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આ ઘણું જ ભયાનક હતું. એરિએવા કીવ સીટિ કાઉન્સિલમાં ડેપ્યુટી પદે છે. તેમને કહ્યું, આ મારી લાઈફની સૌથી ખુશીની પલ હતી, આવા સમયે તમે બહાર જાવ છો અને તમને આ સાયરન સાંભળવા મળે છે.લડાઈના માહોલ વચ્ચે લગ્ન કરનાર 21 વર્ષની એરિએવા અને 24 વર્ષના સ્વિયાટોસ્લાવની પહેલી મુલાકાત પણ આવા જ અસ્તવ્યસ્ત વાતાવરણ વચ્ચે થઈ હતી. બંને પહેલી વખત ઓક્ટોબર 2019માં કીવના સેન્ટર એરિયામાં એક પ્રોટેસ્ટ દરમિયાન થઈ હતી. સ્વિયાટોસ્લાવ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે લડાઈના આ વાતાવરણમાં લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો, તો આ કપલે કહ્યું, કેમકે અમને ખ્યાલ નથી કે અમારું ફ્યૂટર શું હશે?આ લવ કપલે ગત વર્ષે 6 મેનાં રોજ મેરેજની જાહેરાત કરી હતી. તેઓએ આ વાતનો જશ્ન ડનિપર નદીના કિનારે એક સુંદર રેસ્ટોરન્ટમાં મનાવી હતી. લગ્ન પછી એરિએવાએ તે ક્ષણને યાદ કરતાં કહ્યું, આ ઘણું જ સુંદર હતું. ફક્ત અમે જ હતા, નદી હતી અને મનમોહક લાઈટ્સ.એરિએવાએ કહ્યું, અમે લગ્ન પણ સુંદર વાતાવરણ વચ્ચે કરવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે સવારે યુક્રેન વિરૂદ્ધ વોર શરૂ કરવાની જાહેરત કરી અને બધું જ બદલાઈ ગયું.

Read About Weather here

એરિએવા અને સ્વિયાટોસ્લાવ ગુરૂવારે લગ્ન કર્યા પછી તરત જ લોકલ ટેરિટોરિયલ ડિફેન્સ સેન્ટર પહોંચી ગયા, જ્યાં તેઓ પોતાના દેશને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં જોડાય ગયા. એરિએવાએ કહ્યું- આપણે જેમને પ્રેમ કરીએ છીએ અને જે જમીન પર રહીએ છીએ, તેની રક્ષા કરવી જરૂરી છે. હું બધું જ ફરી હેમખેમ થશે તેવી આશા રાખું છું, પરંતુ હું મારા દેશની રક્ષા માટે બધું જ કરી શકું છું.આગળના પ્લાનિંગ અંગે એરિએવાએ કહ્યું, સિચ્યુએશન ઘણી જ ખરાબ છે. અમે અમારા દેશ માટે લડવા જઈ રહ્યાં છીએ. કદાચ અમે મરી પણ શકીએ છીએ. આ કારણે જ અમે આવું કંઈ બને તે પહેલાં સાથે રહેવા માગીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here