રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાના ચાર ગણા નાણાં આપવાની લાલચમાં અનેક લોકો ભોગ બન્યા
રાજકોટમાં લગ્નમાં લાખ મેળવવાની લાલચે મોટી છેતરપિંડી થયાનું જાણવા મળેલ છે. રાજકોટના લવ ગાર્ડન પાસે મોટી સંખ્યામાં રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાના ભોગ બનેલા સભ્યો એકઠા થયા હતા.એકઠા થયેલા લોકોનું કહેવું હતું કે, રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ તેમની સાથે છેતરપિંડી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા જેમના લગ્ન થવાના હોય તેમની પાસેથી રૂપિયા 25,000 લગ્નના ચાંદલા સ્વરૂપે લેવામાં આવતા હતા.લગ્ન થઈ ગયા બાદ રૂપિયા એક લાખનો ચેક આપવાની વાત પણ કરવામાં આવતી હતી.આ તરફ સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓ પણ સંસ્થાના સંસ્થાપકોનો ભોગ બન્યા હોવાનું પણ જણાવી રહ્યા છે.
ફાઉન્ડેશનના સંસ્થાપકો વિરુદ્ધ ધ્રોલ કોર્ટમાં ચેક બાઉન્સ અંગે કેસ પણ ચાલી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો જણાવી રહ્યા છે. સમગ્ર મામલે છેતરાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા હતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા. જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઉભું કરવામાં આવતું હતું.
Read About Weather here
બીજી તરફ લોકોને પણ એક લાલચ જાગી હતી કે તેમને 25,000નું રોકાણ કરતા એક લાખ રૂપિયા મળી જશે જેથી લોકો ચાર ગણા રૂપિયા મેળવવાની લાલચમાં 25,000 રૂપિયામાં સભ્ય પદ મેળવી લેતા હતા. સમગ્ર મામલે આ બનાવો અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કેટલા સમયમાં કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કુલ કેટલા રૂપિયા રિકવર કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો ચાર ગણા મેળવી લેવાની લાલચમાં અનેક લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here