લખીમપુર ખીરીની ઘટના માટે ન્યાયિક તપાસ પંચ રચાયું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હાઇકોર્ટના પૂર્વ જજ શ્રીવાસ્તવ પંચના વડા રહેશે: યુપી સરકાર પાસે હિંસા અંગેનો સંપૂર્ણ અહેવાલ માંગતી સુપ્રીમ કોર્ટ

અંતે ભારે રાજકીય હોબાળો અને પ્રચંડ દબાણ બાદ ઉત્તર પ્રદેશની સરકારે લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા તથા હિંસાની ઘટના માટે ન્યાયિક તપાસ પંચની રચના કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત જજ પ્રદિપકુમાર શ્રીવાસ્તવના વડપણ હેઠળ તપાસ પંચ રચાયું છે અને તપાસ બે મહિનામાં પુરી કરી અહેવાલ આપવાની તાકિદ કરવામાં આવી છે.

દરમ્યાન આજે લખીમપુર ખીરી હિંસાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઇ હતી. ખેડૂતો હત્યા અને હિંસા સહિતનો પુરેપુરો વિગતવાર અહેવાલ આવતીકાલ સુધી અદાલતને આપવા સુપ્રીમે યુપી સરકારને આદેશ આપ્યો હતો.

યુપીના અધિક મુખ્ય સચિવ અવિનાસ કુમાર અવસ્તીએ જણાવ્યું હતું કે, રાજયપાલ આનંદીબેન પટેલની સલાહ અને મંતવ્યને એક વ્યકિનું તપાસ પંચ રચવામાં આવ્યું છે.

આનંદીબેને આવી ઘટનાની જાહેર તપાસ જરૂરી છે એવો અતિપ્રાય આપ્યો હતો. દરમ્યાન સુપ્રીમ કોર્ટે યુપીની ઘટનાની જાતે નોંધ લઇને જાતે પીઆઇએલ દાખલ કરી હતી.

મુખ્ય ન્યાય મુર્તી એન.વી.રમણા અને જસ્ટીસ સુર્યકાંત તથા હિમા કોહલીએ ઘટનાની જાતે નોંધ લઇ આવતીકાલ સુધીમાં સંપુર્ણ અહેવાલ રજૂ કરવા રાજય સરકારને આદેશ આપ્યો હતો.

ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટનાથી ચાર ખેડૂતના મૃત્યુ થયા હતા. હિંસાની ઘટનામાં કુલ 8 લોકો માર્યા ગયા હતા. ખેડૂતો પર કાર ચડાવવા માટે દોષીત મનાતા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રીના પુત્રની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી

એ બદલ વિરોધ પક્ષો યોગી સરકારની ભારે ટીકા કરી રહયા છે. રાજય સરકારે દબાણ બાદ મંજુરી આપતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ,

પંજાબના મુખ્યમંત્રી ચન્ની, કોંગ્રેસના મહામંત્રી વેણુગોપાલ, પક્ષના સાંસદ દિપેન્દ્ર હુડા અને યુપી કોંગ્રેસના પ્રમુખ અજયકુમાર લલ્લુ પણ લખીમપુર ખીરી પહોંચી ગયા હતા અને પીડિત ખેડૂતોના પરિવારો સાથે મુલાકાત કરી હતી.

Read About Weather here

રાહુલ ગાંધીએ બાદમાં ટ્વીટ કર્યુ હતું કે, અમે કિસાન લવપ્રિતના પરિવારને મળી એમના દુ:ખમાં સહભાગી થયા છીએ. ન્યાય માટેનો આ સત્યાગ્રહ ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here