લક્ઝરી બસ ભડકે બળી

લક્ઝરી બસ ભડકે બળી
લક્ઝરી બસ ભડકે બળી
અચાનક આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. ત્યારે બસમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. વધુ એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી. મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી પ્રમાણે આ બસ અમદાવાદથી બોમ્બે જતી હતી. ત્યારે અચાનક જ બસમાં આગ લાગી હતી. GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, બસ સળગતા જ બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ પહેલાં સુરતમાં પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.હીરાબાગ પાસે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

Read About Weather here

બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં હતા. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો તેવું જોઈ શકાતું હતું. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here