જૈન સમાજના પરમ પૂજય આચાર્ય દેવ શ્રી હેમ પ્રભ સૂરીશ્ર્વરજી અને શ્રી હેમવલ્લભસૂરીશ્ર્વરજી મ.સા.ની પ્રેરણાથી રૈયા હિલ જૈન સંઘમાં નિર્માણ પામનાર શાંતિનાથ જિનાલયના ભવ્ય સંકુલનું તાજેતરમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગણિવર્ય શ્રી હેમતિલકવિજય મ.સા. અને દાતા પરિવારોનું સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
પૂજય ગુરૂભગવંતરના માંગલિક પ્રવચન બાદ નવનિર્મિત શાંતિનાથ જિનાલયના બંને દાતા પરિવારોમાંથી પધારેલા જીતુભાઈ વસા, મહેશભાઈ વસા અને સુશીલાબેન જયંતિલાલ ગવનું સાફો, શાલ, હાર, શ્રીફળ વગેરેથી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિનાલયના નિર્માણમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તેવા સાંકળી આયંબિલનો દરેક તપસ્વીઓનું પ્રભાવનાથી સન્માન કરવામાં આવ્યું હતું.
Read About Weather here
આ પ્રસંગે શ્રી રૈયા હિલ જૈન સંઘના શ્રાવિકા બહેનો દ્વારા ખૂબ જ ભાવપૂર્વક સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી અને પ્રભુને અર્પણ કરેલું જળ જિનાલયની પૂણ્યભૂમિ પર છાંટવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ મેહુલભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું અને મંત્રી કપિલભાઈ દેશાઈ અને કાર્યવાહક ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું. શાંતિનાથ જિનાલયના ભૂમિપૂજન પ્રસંગે જિનાલયના પ્લોટને કલાત્મક રંગોળીઓ અને અક્ષત ગહલીઓથી સજાવવામાં આવ્યો હતો. જેના દર્શન કરી સર્વે ભાગ્યશાળીઓ ધન્ય બન્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here