રેલ્વે સ્ટેશનમાં વડાપ્રધાનના સંબોધનનું થયું પ્રસારણ

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી મે, 2022ના રોજ શિમલા, હિમાચલ પ્રદેશ ખાતે આયોજીત ‘ગરીબ કલ્યાણ સંમેલન’થી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરા થવા પર, આ જન કાર્યક્રમનું આયોજન રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યા મુજબ આ સમારોહનું ટેલિકાસ્ટ બ્રોડકાસ્ટ પશ્ર્ચિમ રેલવે અંતર્ગત 184 સ્થળોએ કરવામાં આવ્યું હતું. ભારત સરકારની વિવિધ યોજનાઓ પર બનેલી ફિલ્મોનુ પ્રસારણ વિવિધ સ્ટેશનો, રેલવે ઓફિસો, કારખાનાઓ વગેરે પર કરવામાં આવેલ.

Read About Weather here

રેલવે સ્ટેશનો અને કાર્યસ્થળો પર વડાપ્રધાનના સંબોધનને સાર્વજનિક સંબોધન પ્રણાલી પર પણ પ્રસારિત કરવામાં આવેલ. આ સાથે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ટ્રેનને લગતી જાહેરાતમાં અડચણ ન આવે.પશ્ર્ચિમ રેલવે પર આ કાર્યક્રમનું પ્રસારણ 341 ટીવી સ્ક્રીન પર કરવામાં આવેલ, જેને 1,05,598 દર્શકોએ નિહાળેલ અને 184 સ્થળોએ આનું સીધું બ્રોડકાસ્ટ કરવામાં આવેલ હતું, જેને 1.67 લાખ શ્રોતાઓએ સાંભળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here