રૂ.5,625 કરોડ માં IPL ની ટીમ લઈ ગયા…!

રૂ.5,625 કરોડ માં IPL ની ટીમ લઈ ગયા...!
રૂ.5,625 કરોડ માં IPL ની ટીમ લઈ ગયા...!
આ ટીમ ખરીદવા માટે 22 ઈચ્છુક કંપનીએ ટેન્ડર ભર્યાં હતાં, જ્યારે બીડમાં 10 જેટલા પક્ષકારોએ ભાગ લીધો હતો. અંતે, અમદાવાદ ટીમને લંડન બેઝ સીવીસી કેપિટલ પાર્ટનર્સ કંપનીએ 5,625 કરોડમાં ખરીદી છે IPL 2022માં આઠ ટીમ બાદ હવે નવી બે ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બે નવી ટીમ અમદાવાદ અને લખનઉની છે. આ બંને ટીમ માટે સોમવારે બોલી લગાવાઈ હતી. અને લખનઉ ટીમને ગોયેન્કા ગ્રુપે રૂ. 7,090 કરોડમાં ખરીદી કરી છે. આ હરાજીની પ્રક્રિયામાં ગુજરાતની અગ્રેસર 3 કંપની અદાણી, ટોરેન્ટ અને કોટકે ભાગ લીધો હતો.

આ ત્રણેય કંપનીની કુલ નેટવર્થ અંદાજે 7.52 લાખ કરોડ થાય છે. તેમ છતાં તેઓ અમદાવાદ આઈપીએલની ટીમ માટે 5,625 કરોડ ખર્ચી શક્યા નહિ. જ્યારે ગૌતમ અદાણીએ તો માત્ર 525 કરોડ માટે આ બીડ જવા દીધી છે. આ સંજોગોમાં સવાલ થાય કે શું ખરેખર તેઓ અમદાવાદ આઇપીએલની ટીમ ખરીદવા માગતા હતા કે નહીં?

અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અદાણી કંપનીના હાથ અમદાવાદ આઈપીએલની ટીમ ખરીદવા માટે ટૂંકા પડ્યા છે. એશિયામાં સૌથી પૈસાદાર વ્યક્તિના લિસ્ટમાં બીજા ક્રમે અને વિશ્વમાં ફોર્બ્સની યાદીમાં સૌથી પૈસાદાર વ્યક્તિમાં 20મા ક્રમે ગણાતા ગૌતમ અદાણી છે,

જેઓ ગુજરાતી હોવા છતાં પણ અમદાવાદ આઈપીએલની ટીમ ખરીદવાની પ્રાઉડ મોમેન્ટ લઈ શક્યા નહિ.ગુજરાત મૂળના ગૌતમ અદાણી 5.62 લાખના માલિક છે, પરંતુ 525 કરોડ માટે તેઓ અમદાવાદ આઈપીએલની ટીમ ખરીદવામાં પાછળ પડ્યા હતા.

અમદાવાદની ટીમ આઈપીએલમાં 5,625 કરોડમાં વેચાઈ છે. ગૌતમ અદાણીએ આ બીડમાં રૂ. 5,100 કરોડ સુધીની હરાજી લગાવી હતી, જ્યારે લંડન આધારિત સીવીસી કંપનીએ 5,625 કરોડની બીડ લગાવીને અમદાવાદની ટીમને ખરીદી લીધી છે. આમ, 525 કરોડ માટે ગૌતમ અદાણી આ તક ચૂકી ગયા છે.

અમદાવાદની ટીમ માટે ગુજરાતની કંપની ટોરેન્ટે રૂ. 4,653 કરોડની બીડ લગાવી હતી, જ્યારે કોટકે રૂ. 4,513 કરોડની બીડ લગાવીને પીછેહટ કરી હતી.

આઈપીએલ 2022માં અમદાવાદ અને લખનઉની ટીમ ખરીદવા માટે ગુજરાતની ત્રણ કંપની બીડમાં હાજર રહી હતી. આ બીડમાં ગુજરાતની અદાણી પ્રા. લિમિટેડ, કોટક અને ટોરેન્ટ સ્પોર્ટ્સે ભાગ લીધો હતો.

ગૌતમ અદાણીની નેટવર્થ 5.62 લાખ કરોડ છે, જ્યારે કોટક કંપનીની નેટવર્થ 1.32 લાખ કરોડ છે અને ટોરેન્ટ ગ્રુપની પણ કુલ નેટવર્થ 52,000 કરોડ છે. આમ, આ ત્રણેય કંપનીની કુલ નેટવર્થ અંદાજે 7.52 લાખ કરોડ ગણી શકાય છે.

આ ત્રણેય ગુજરાત મૂળની કંપનીઓ ભારતના રિચેસ્ટ લિસ્ટમાં સામેલ છે છતાં તેઓ આઈપીએલની અમદાવાદની ટીમ ખરીદવામાં સક્ષમ રહ્યા નહોતા.

સોમવારે દુબઈમાં આઈપીએલની બે ટીમ માટે હરાજીની પ્રોસેસ કરવામાં આવી હતી. આમ તો અદાણી ગ્રુપ અમદાવાદ ટીમ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું, પણ CVC કેપિટલ્સ ગ્રુપે બાજી પોતાના નામે કરી લીધી.

લંડનની ઈન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ્સ ગ્રુપે રૂપિયા 5,625 કરોડની બીડ સાથે IPL માટે અમદાવાદ ટીમનો માલિકીહક મેળવી લીધો. આ સાથે સૌથી રસપ્રદ બાબત એ છે કે CVCએ અમદાવાદની ટીમ ખરીદી લેતાં વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ તેનો દબદબો વધશે.

આ સ્ટેડિયમ આશરે દોઢ લાખ લોકોની ક્ષમતા ધરાવે છે અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ આધુનિક સુવિધાથી સજ્જ છે.

VC કેપિટલ્સ ગ્રુપ લંડનના લક્ઝમ્બર્ગ સ્થિત એક અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. એની શરૂઆત વર્ષ 40 વર્ષ અગાઉ 1981માં થઈ હતી. આ કંપનીનું વડું મથક લક્ઝમબર્ગમાં છે અને મેઇન ઓફિસ લંડનમાં છે.

કંપનીએ 300 જેટલી પ્રોજેક્ટ્સ રોકાણ કરેલું છે અને છેલ્લાં 40 વર્ષમાં 10 લાખ કરોડ કરતાં વધારે રોકાણો કરી ચૂકી છે. આ ઉપરાંત ગ્રુપે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા (LaLiga)માં પણ રોકાણ કરેલું છે

Read About Weather here

તેમ જ આ કંપનીએ 6 દેશની રગ્બી લીગમાં પણ હિસ્સેદારી ખરીદી છે. રમત-ગમત ક્ષેત્રમાં તેણે ફોર્મ્યુલા વનમાં પણ વર્ષ 2006થી વર્ષ 2017 દરમિયાન માલિકી ધરાવતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here