રૂ.1.25 કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં

રૂ.1.25 કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં
રૂ.1.25 કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીર ચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.1.25 કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજ સુધીમાં પૈસા નહીં મળે તો જીવવા નહી દઉં તેવી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે રહેતા અને રામાપીર ચોકડી પાસે નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલ નામે ઓફિસ ધરાવતા નિર્મળભાઇ રતાભાઇ ડાંગરે ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ 2017માં નિર્મળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીના રૂ.39 લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.1.92 કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.1.92 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.1.25 કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.
બે દિવસ પૂર્વે વેજાગામમાં આવેલા નિર્મળભાઇના ફાર્મહાઉસે પહોંચીને સુરેશે ધમકી આપી હતી

Read About Weather here

કે, પૈસા નહીં મળે તો મહિપત પર ફાયરિંગ કરીશ, ત્યારબાદ રવિવારે સાંજે 4 વાગ્યે નિર્મળભાઇની ઓફિસની બહાર બે કલાક બેઠો હતો અને હાકલા પડકારા કર્યા બાદ ઓફિસમાં ઘુસ્યો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં રૂ.1.25 કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં તેમ કહી સોડાબોટલના ઘા કર્યા હતા. બનાવ અંગે મહિપતભાઇ ડાંગરે પોલીસમાં ફરીયાદ કરી હતી.આ પહેલા રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના આગેવાનની દાદાગીરી સામે આવી હતી. ભાજપ આગેવાન ધીરૂભાઇ તળપદાએ પીજીવીસીએલના ડે.એન્જિનયર પર હુમલો કર્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત થયેલા એન્જિનીયરને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here