ઇન્દ્રનીલનો વળતો પડકાર
વિવાદિત સહારાવાળી જગ્યાની ચર્ચા ન કરીએ એજ તમારા માટે સારું છે, તમારા જ લોકો તમારો દાવ લે છે અમને એમાં સામિલ ન કરો
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા 500 કરોડની જમીન કૌભાંડના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જેના પ્રતિકાર સ્વરૂપે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડા સહિતના કોંગી નેતાઓ પર માનહાનીનો દાવો કર્યો છે.
ત્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વળતો પડકાર કરીને આક્ષેપો કરતા આજે પત્રકારોને જણાવ્યું હતું કે, સહારાવાળી જગ્યા જે રેસિડેન્સિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવી છે. તે જગ્યા રેસિડેન્સિયલ પ્રોજેકટ સહારાનો ન ચલાવવા દઈ એને સરકારે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દીધી છે એ વિસ્તાર જ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો છે એટલે વિજયભાઈ આપણી વાત કે રેસિડેન્સિયલ ઝોનમાં ફેરવીએ તો વધારે એમાં નફો થતો હોય છે એ વાત પાયા વિહોણી છે.
એ કંપનીને રેસિડન્સિયલ ઝોન માટે આપી હતી અને એને મંજૂરી પણ જમીન લેવાની એવી રીતના મળેલ તે સંજોગોમાં તમે એ જગ્યાને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી તો એમાં સરકાર આવે આવું પણ એમને થઈ શકે તેમ છે પરંતુ જે થયું હોય તે એમાં પાડવા માંગતા નથી પણ ઉપરથી તમે જો નોટિસ મોકલવાની વાત કરતાં હોય તેમજ ખોટું કરેલ છે. એ ખોટાનું કોઈ ધ્યાન દોરે તો કમ સે કમ એમાં સામા વિવાદ ઊભા કરવાનું એક સમજણવાળા માણસ ન કરે એટલી સમજણ આપ દાખવશો તેવું અમે ઈચ્છીએ છીએ.
Read Saurashtra Kranti E-Paper here
વિજયભાઈ અને નિતિનભાઈ આપે ખૂબ દાવ લીધો હવે ગોવિંદભાઈ અને રામભાઇ પાટિલ સાહેબની સૂચનાથી તમારી પાસે દાવ લે છે ત્યારે અમને એમાં સામિલ ન કરો તો આપના માટે વધારે સારું રહેશે આપના પી.પી.પી. યોજના આપના સૂચિત સોસાયટીના બાબતની બધી કાર્યવાહીઓ આ બધીજ વાત ખૂબ જાજુ ઉખળી શકે તેમ છે ત્યારે આપના જ આપના ઉપર દાવ લેતા હોય અમે લેવા માંગતા નથી પરંતુ નોટિસથી મન મનાવીને આગળ ન વધો તો અમારે પણ આવું કઈ કરવું નહી.
આપે જે કઈ કર્યું હોય આપ રાજકોટના છો અને રાજકોટની ગરિમા જાળવવા માટે અમે એમાં પાડવા માંગતા નથી, પણ એવી અમને ફરજ નહીં પાડો અને નોટિસથી મન મનાવશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ.
આપ સી.એમ. બન્યા ગાંધીનગરમાં આપના સી.એમના કાર્યકાળ દરમ્યાન આપ ખૂબ નિષ્ઠાવાન છો એવી જે છાપ ઊભી થઈ એનું કારણ માત્ર એટલું જ હતું કે આપ કહ્યાગર હતા અને જે કઈ કરપ્શન અથવા તો અથવા તો જે કઈ દબાણનું રાજકારણ કરવાનું હતું એ સીધું અને ત્યાથી કૈલાશનાથાનજી અને અમિતશાહજી કરતાં હતા માટે ત્યાં આપની છાપ ચોખ્ખી રહી હતી, આપ સીધા વહીવટ નતા કરતાં પરંતુ આપની એંટીચેમ્બરમાં બેસીને કોણ વહીવટ કરતું એ ગુજરાતની આખી પ્રજાને ખબર નહીં હોય પરંતુ ખૂબ જાજા લોકોને આનો પણ ખ્યાલ છે.
રાજકોટમાં નીતિનભાઈ ભારદ્વાજને છૂટો દોર આપી અને તમારી મનમાંની સંપૂર્ણપણે હલાવવી અને એમાં કેટલાક નિર્દોષ લોકોના હક્ક છીનવાણા આની ખૂબ બધી માહિતિઓ લોકો પાસે પણ છે અને અમારા પાસે પણ છે ત્યારે આ બધીજ વાત અહીંનું અહિંયા છે કહેવત મુજબ આપના લોકો જ આપની હરાજી કરી રહ્યા છે ત્યારે આ બધીજ વિગતો જો બહાર આવશે તો જે એઇમ્સનો વિકાસ તમે ગણાવો છો.
થોડા બ્રિજ કર્યા તમે ગણાવો છો તો આ બધાજ વિકાસ કુદરતી રીતે આવેલા છે એઇમ્સની ચર્ચા આપ સી.એમ ન તા ત્યારે પણ બરોડા કે રાજકોટ ત્યારે બધુ નેચરલ વે માં અમદાવાદમાં ખૂબ સુવિધાઓ છે તે 100 જ કિ.મી. છે ત્યારે સૌરાષ્ટ્રમાં એક પણ એઇમ્સ ન હોય તે કુદરતી રીતે રાજકોટ ને જ મળવા પાત્ર હતી ત્યારે એઇમ્સ છે તે આપની સિદ્ધિમાં ના ગણાવો તો ચાલે.
રાજકોટમાં અમુક બ્રિજ બતાવી આપ આપની સિદ્ધિ ગણાવો છો જ્યારે બરોડા અને અમદાવાદમાં જે પ્રકારે જેટલા બ્રિજ બને છે એટલા લાભ રાજકોટને આપ સી.એમ હતા છતાં પણ અપાવી શકેલ નથી આ રીતે રાજકોટને કોઈ સ્પેશિયલ ઈકોનોમીક ઝોન કે ઈન્ડસ્ટ્રીયલ ઝોન આપ આપવી શક્યા નથી ત્યારે થોડો ઘણો વિકાસ કરી રાજકોટના કેટલા બધા લોકોને હક્ક છીનવાનું કામ તમે નિતિનભાઈ ભારદ્વાજને બેસાડીને કર્યું છે તેની જો યાદી નીકળશે તો ખૂબ મુશ્કેલવાળી થશે.
તમે અને તમારો પક્ષ લોકશાહી પદ્ધતિમાં બિલકુલ માનતા નથી અને કહેવાય છે કે પાટિલજી કેબિનેટ મિટિંગમાં પણ સૂચનાઓ દેવા હાજર હોય છે. આપે પણ તમે ધારાસભ્ય હતા અને કોડીનેશન કમિટી કલેકટરની હાજરીમાં હોય અને આપ ધારાસભ્ય હોય ત્યારે અને તેમાં ફક્ત ધારા સભ્યો જ હાજર રહી શકે ત્યારે આપ પણ નિતિનભાઈ ભારદ્વાજને ત્યાં આપના પ્રતિનિધિ તરીકે મોકલતા અને સી.એમ. હોવાને નાતે કમનસીબે કલેકટર પણ આ ચલાવતા એ પણ વાત અજાણી નથી.
Read About Weather here
આપ લોકશાહીમાં સંપૂર્ણપણે માનતા નથી દબાવાનું રાજકારણ તમે ઊભું કરી શકો છો, તમે ભ્રષ્ટ્રાચારના પૈસા સીધા દિલ્હી પહોચવા દેશો આવી શરતોએ તમે જે સી.એમ પદ સ્વીકારેલ તો આપના કરતાં પણ વધારે કાબિલ પાટિલ આવતા આપની વિદાય થઈ છે, આવું કામ આનંદીબેન ન કરી શકે માટે તમને સી.એમ. બનાવેલ અને હવે એમાં તમારાથી પણ વધારે મોદીજી અને એમના વિચારનું એક ભ્રષ્ટ અને દબાણકારક શાસન જેને બિહારીકરણ કહી શકાય એ પ્રકારનું કામ આપના દ્વારા થયું છે ત્યારે આપ વિશેષ એમાં ન બોલો તે સારૂ.
ત્યારે આ સાથે હું એવું ઈચ્છીશ કે રાજકોટના હોવાના નાતે આપ મારા ભાઈ પણ કહેવાય અને આપ આવી કાર્યવાહીમાં નહીં પડો અને અમને અમારા પક્ષાના આદેશ ના છૂટે કે આપનું જે કઈ હોય તેનું અમારે સંશોધન કરવું પડે એવી સ્થિતિ ઉત્પન નહીં કરો એવી આપની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. નિતિનભાઈ અને વિજયભાઈ જાહેરમાં ચર્ચા કરવા માંગતા હોય તો અમે તૈયાર છીએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here