રિસોર્ટ-હોટેલ હાઉસફુલ…!

રિસોર્ટ-હોટેલ હાઉસફુલ...!
રિસોર્ટ-હોટેલ હાઉસફુલ...!

હાલની આ રાહતજનક સ્થિતિને પગલે જનજીવન હવે કોરોના અગાઉની સ્થિતિએ પાટે ચઢી ગયું છે. જનજીવન હવે પૂર્વવત્ થઇ ગયું છે તે બહાર ફરવા જવાના ધસારા પરથી પણ જોઇ શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં છેલ્લા ૩ મહિનાથી કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગત વર્ષે દિવાળી વખતે રોજના ૧૨૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા અને તેની સરખામણીએ હવે દરરોજ ૨૦થી ૩૦ વચ્ચે નવા કેસ સામે આવે છે.  

‘જેલ’ ની લાંબી સજા ભોગવ્યા બાદ કેદી રાહતનો શ્વાસ લેવા તત્પર હોય તેવી મુકિતનો અહેસાસ ‘કોરોનાની કેદ’માંથી છૂટવામાંથી મેળવવા માગી રહ્યા છે. આ જ કારણે એરફેર-ખાનગી બસના ભાડામાં બમણો વધારો થયો છે. બહાર ફરવાના સ્થળોની મોટાભાગની હોટેલ-રીસોર્ટ્સ પણ હાઉસફૂલ થઇ ગયા છે.

અમદાવાદથી મોટાભાગના લોકો ગુજરાત બહારના સ્થળ પર આ વખતે ફરવા માટે પસંદગી ઉતારી રહ્યા છે. જેમાં ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્ત્।રાખંડ, નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

આ જ કારણ છે કે અમદાવાદથી જમ્મુ કાશ્મીર, ગોવા, ઉત્ત્।રાખંડ, રાજસ્થાન જવાનું એરફેર ચાર ગણું વધી ગયું છે. અમદાવાદ-જોધપુરનું એરફેર સામાન્ય દિવસોમાં ૩ હજાર હોય છે તે હવે ૧૦ હજાર થઇ ગયું છે.

વિદેશમાં ફરવા માટે દુબઇ, માલ્દિવ્સ હોટ ફેવરિટ છે. અમદાવાદ-દુબઇનું વન-વે એરફેર દિવાળી દરમિયાન ૬૦ હજારથી પણ વધી ગયું છે.

આવી જ સ્થિતિ ટ્રેનમાં છે. કોરોનાને પગલે હજુ મર્યાદિત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેના કારણે દિવાળીના એક મહિના અગાઉ મોટાભાગની ટ્રેનમાં ટિકિટ વેચાઇ ગઇ હતી અને હાલમાં કેટલીક ટ્રેનમાં ૧ હજારથી પણ વધુ લાંબુ વેઇટિંગ છે.

ટ્રેનમાં વધી રહેલા ધસારાને પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા નવેમ્બર માસ માટે કેટલીક સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. ટ્રેન આ વખતે મર્યાદિત છે અને તેનો ફાયદો ખાનગી બસ ઓપરેટર દ્વારા લેવામાં આવી રહ્યો છે.

ખાનગી બસના ભાડામાં ચાર ગણાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આટલું ભાડું ચૂકવવા છતાં સામે ટિકિટ મળશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે. એસટી બસ પણ દિવાળીની રજાઓને લીધે પેક જઇ રહી છે.

આ અંગે એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ‘કોરોનાને લીધે છેલ્લા બંને ઉનાળાના  વેકેશન અને ગત વર્ષના દિવાળી વેકેશનમાં લોકો કયાંય બહાર ફરવા જઇ શકયા નહોતા.

આ વખતે કોરોનાના કેસ ઓછા છે અને સામે વેકિસનેશન પણ વધ્યું છે એટલે લોકો ફરવા માટે ઉપડી રહ્યા છે. આ વખતે ઓગસ્ટ મહિનાથી જ અમારે ત્યાં વધુ પ્રમાણમાં ઈન્કવાયરી આવવાની શરૂ થઇ ગઇ હતી.

મોટાભાગના લોકો માની રહ્યા છે કે આગામી વેકેશનમાં કોરોનાના વધુ કેસ હોય અને ફરવા જવા ન પણ મળે. જેના કારણે આ વખતે જ લોકો તક ઝડપીને ફરવા માટે ઉપડી રહ્યા છે.

નિષ્ણાત ડોકટરોના મતે કોરોનાના કેસ દ્યટી રહ્યા હોવાથી લોકો ફરવા જવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. બહાર ફરવા જતી વખતે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવે તે વાત લોકોએ ગાંઠે બાંધી લેવી જોઇએ.

Read About Weather here

પરંતુ હજુ કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. દિવાળીનું વેકેશન માણતી વખતે નાનકડી બેદરકારી પણ ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન પુરવાર થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here