કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જોરદાર શક્તિ પ્રદર્શન વચ્ચે આજે રાજધાની નવી દિલ્હીમાં ઇડીની કચેરીમાં હાજર થયા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ મોકલાવેલા સમન્સ અંતર્ગત રાહુલે ઇડી સમક્ષ હાજરી આપી હતી. ત્યારે ભારે જોરદાર દેખાવો અને ઉગ્ર સુત્રોચ્ચારો થયા હતા. સેંકડો કાર્યકરોની સાથે રાહુલ ઇડીનાં દફતર પહોંચ્યા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ વિરોધ પ્રદર્શન અને રેલીમાં જોડાયા હતા.સિનીયર નેતાઓ અને સેંકડો કાર્યકરોએ ગગનચુંબી સુત્રોચ્ચાર કર્યા હતા. અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કચેરીમાં અત્યારે ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે ઇડી કચેરીની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ કચેરીની બહાર બેસી ગયા છે. પોલીસ બંદોબસ્ત અને આરએએફનો કાફલો ગોઠવાયો છે. દેશમાં અમદાવાદ સહિત અન્યત્ર પણ કોંગ્રેસે ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે.સૌપ્રથમ કોંગ્રેસનાં વડામથકે તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યાંથી સુત્રોચ્ચારો સાથે જંગી રેલી મારફત રાહુલ ઇડી કચેરી રવાના થયા હતા.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, અમે લડીશું, એક જૂથ થઈને સામનો કરશું પણ ઝૂકીશું નહીં. આ રાહુલ ગાંધી છે કદી ઝુકશે નહીં. કોંગ્રેસનાં બીજા વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સભ્ય રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાંતિપૂર્ણ પ્રદર્શનો કરશે. ગાંધીચિંધ્યા રાહે વધુ એક સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો છે.આ રાહુલ ગાંધી છે ક્યારેય ઝુકશે નહીં એવા સુત્રો લખેલા બેનર ફરકાવવામાં આવ્યા હતા.
Read About Weather here
કોંગ્રેસનાં કાર્યકરોની વિશાળ રેલીને પોલીસે ઇડી ઓફીસ જતા અટકાવી હતી.ત્યારે ઇડી ઓફીસ પાસેથી પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ પાછા ફરી ગયા હતા અને કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા. પ્રિયંકા ગાંધી ઉપરાંત રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગહેલોત, છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, દિગ્વિજયસિંહ, પી.ચિદમ્બરમ, સચિન પાઈલોટ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગૌરવ ગોગોઈ અને રાજુ શુક્લ સહિતના નેતાઓ જોડાયા હતા. સૌપ્રથમ કોંગ્રેસનાં વડામથકે તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here