રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા નહિ ફોડી શકાય

રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા નહિ ફોડી શકાય
રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા નહિ ફોડી શકાય

રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટરે દિવાળી સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું
ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાની ખરીદી થઈ શકશે નહિ, તુક્કલના વેચાણ પર પ્રતિબંધ યથાવત

રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટરે દિવાળી સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું છે જે રાજકોટ ગ્રામ્યમાં લાગુ પડશે તેના નિયમો એટલા આકરા રાખ્યા છે કે તમામ નિયમોના પાલન માટે સરકારી તંત્ર જ સક્ષમ નથી કેમ કે જાહેરનામામાં 4 ક્રમના નિયમમાં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન(ઙઊજઘ) દ્વારા અધિકૃત બનાવટવાળા ફટાકડા ફોડવાનો આદેશ છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે ગામેગામ ફટાકડા વેચાય છે આ તમામ પ્રમાણિત અને અધિકૃત બનાવટ વાળા છે કે નહિ તેનું હજુ સુધી કોઇએ ચેકિંગ નથી કર્યું તેમજ આ કામગીરી કોણ કરશે તેની પણ કોઈ જોગવાઈ નથી.

જાહેરનામામાં ફટાકડા ક્યારે ફોડવા તેનો કોઇ સમય આપ્યો નથી પણ રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી નહિ ફોડી શકાય તેવો આદેશ છે. આ ઉપરાંત દિવાળી તેમજ પ્રસંગોમાં જે ખૂબ વપરાય છે તે ફટાકડાની લૂમ ફોડવા તેમજ વેચવા પર પ્રતિબંધ આવ્યો છે.

દર વર્ષની જેમ ચાઈનીઝ ફટાકડા અને તુક્કલ પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ઈ-કોર્મસ વેબસાઈટ પર ફટાકડા વેચાતા હોય તો પણ રાજકોટ જિલ્લામાં તેનો ઓર્ડર આપવા પ્રતિબંધ લાગ્યો છે.જાહેરનામામાં લાગુ કરાયેલા 10 આદેશ

કોર્ટની ગાઈડલાઈન મુજબના સમય દરમિયાન ફટાકડા ફોડી શકાશે
રાત્રીના 10થી સવારના 6 સુધી ફટાકડા ફોડી શકાશે નહિ
સિરીઝમાં જોડાયેલા ફટાકડા(લૂમ) વેચી કે ફોડી શકાશે નહિ
પ્રદૂષણ રોકવા માત્ર ઙઊજઘ દ્વારા અધિકૃત બનાવટવાળા જ ફટાકડા વાપરી શકાશે
વિદેશી ફટાકડા વેચાણ કરી શકાશે નહિ
ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડા ખરીદી કે વેચી શકાશે નહિ
શાપર-વેરાવળ ઈન્ડ. તેમજ મેટોડા જીઆઈડીસીના 500 મીટરની હદમાં ફટાકડા ફોડવા નહિ
ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્નનું ઉત્પાદક કે વેચાણ કરી શકાશે નહિ
જાહેર માર્ગ પર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ સહિતની આતશબાજી કરી શકાશે નહિ, કોઇ પર ફટાકડા ફેંકી શકાશે નહિ

Read About Weather here
હોસ્પિટલ, નર્સિગ હોમ, હોસ્પિટલ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહિ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here