ગુજરાતભરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)ના જણાવ્યા પ્રમાણે કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત તથા અન્ય જિલ્લાઓમાં શનિવારે મોડી રાત સુધીમાં 15 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે સાંજ સુધીમાં 27 જિલ્લાના 111 તાલુકામાં 1થી 47 મીમી તથા 18 જિલ્લાના 33 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રાથમિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
Read About Weather here
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here