રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાના વિજેતાઓ જાહેર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. ભાઈઓ  સિંગલ  ઇવેન્ટમાં અધીપ ગુપ્તા(કચ્છ) પ્રથમ ક્રમે, શર્મા  તુષાર(સુરત) બીજા ક્રમે તથા વૈભવ  પરીખ (વડોદરા) ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.જયારે, બહેનો  સિંગલ ઇવેન્ટમાં ગજ્જર  યુતિ  (સુરત) પ્રથમ ક્રમે, શેનાન ક્રિશ્ર્ચિયન (સુરત) બીજા ક્રમે તથા પટેલ  વિશ્વા (અરવલ્લી) ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત, ડબલ્સ ઇવેન્ટમાં ભાઈઓ બહેનો મિક્સ ઇવેન્ટમાં કચ્છના અધિપ ગુપ્તા તેમજ અહાના જૈન પ્રથમ ક્રમે, વડોદરાના હાર્દિક પાનવાર તેમજ જાનવી ખન્ના બીજા  ક્રમે, સુરતના રાવત આયુષ તેમજ પંચાલ ક્રિષ્ના ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.બહેનો ડબલ્સ ઇવેન્ટમાં સુરતના ગજ્જર યુતિ તેમજ પંચાલ ક્રિષ્ના પ્રથમ ક્રમે, કચ્છના આહના જૈન તેમજ સ્નેહા સિંઘ બીજા  ક્રમે, વડોદરાના મૈત્રી  ખત્રી તેમજ શ્રુતિ  જોશી ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.

Read About Weather here

જયારે, ભાઈઓ ડબલ્સ ઇવેન્ટમાં વડોદરાના  ધ્રુવી  રાવલ તેમજ સુજલ બારીયા પ્રથમ ક્રમે, આણંદના   ભાવિન જાદવ તેમજ પરષોત્તમ આવાતે બીજા  ક્રમે, રાજકોટના જૈમિન દેથારિયા તેમજ મોહસીન  સુમરા ત્રીજા ક્રમે વિજેતા થયા હતા, તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here