અવારનવાર સિંહ પરિવારની હેરાનગતિના બહાર આવતા કિસ્સા વનવિભાગ અજાણ?
ગીરપંથક અને ગીર જંગલની આસપાસનો વિસ્તાર ભારતના ગૌરવ સમાન એશીયાઇ સાવજોનું કાયમી નિવાસી સ્થાન છે. અલભ્ય વન્યજીવોના રક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી ગીર વન વિસ્તાર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં વન્યજીવોની પજવણીના કિસ્સાઓમાં ખુબ વધારો થવા પામ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે વન્ય જીવ નિષ્ણાંતોમાં ચિંતા અને રોષની લાગણી પ્રસરી છે. ક્યાંક વાહનો કે ટ્રેનની ઠોકરે સાવજ અને દીપડા ઈજાગ્રસ્ત થાય છે યા તો મૃત્યુ પામતા હોય છે. તો બીજીતરફ નઠારા તત્વો ગામડાઓમાં આવી ચઢતા કે જંગલમાં વિહરતા સાવજોની પાછળ કાર દોડાવીને એમની પજવણી કરતા હોય છે.અમરેલી જિલ્લામાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. છતાં આજદિન સુધીમાં કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. આજે ફરી આવો એક વીડિયો વાયરલ થયો છે. જે રાજુલાના વડગામનો હોવાનું જાહેર થયું છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, રાત્રીના સમયે ગામડામાં એક સાવજ પરિવાર આવી ચઢે છે ત્યારે કેટલાક બદમાશ તત્વો સિંહ પરિવારની પાછળ કાર દોડાવીને તેની પજવણી કરતા દેખાઈ છે. નવાઈની વાત એ છે કે, આ ઘટના અંગે વનવિભાગને જ જાણ નથી. આવી ઘટનાઓ આ જિલ્લામાં વારંવાર બની રહી છે. અગાઉ પણ આવા પ્રાણી પજવણીના અનેક વીડિયો વાયરલ થઇ ચુક્યા છે. પણ આવા તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
ઘણીવખત ગીર જંગલ અને તેની આસપાસના ગામડામાં એકલ-દોકલ સિંહ-સિંહણ યા તો આખો સિંહ પરિવાર શિકારની શોધમાં જંગલમાંથી આવી જતા હોય છે. આવા સમયે તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની હોય છે. સાવજો માટે સરકારે ટ્રેકર પણ નિયત કરેલા છે જેની કામગીરી જ સાવજોનું પગેરું મેળવવાની હોય છે. ગામડામાં આવી ચઢતા સાવજો પાછળ કાર દોડાવવાનો ગુનાહિત શોક ધરાવતા તત્વોને વનવિભાગની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી જાય છે અને પ્રાણીઓને પજવીને આવા તત્વો તેનો પાશવી શોક પૂરો કરતા હોય છે. આવા તત્વો સામે વનવિભાગ તાત્કાલિક લાલઆંખ કરે અને પગલા લ્યે તેવી લોકલાગણી છે. ઘણીવખત વાહનોની હડફેટે ચઢીને સિંહ કે દીપડા ઈજાગ્રસ્ત થાય છે યા તો મૃત્યુ પામતા હોય છે. જો આવા કિસ્સાઓ અવિરત ચાલતા રહેશે તો અલભ્ય વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ કઈ રીતે કરી શકશે એ મોટો સવાલ છે.
Read About Weather here
ગઈરાત્રે વાંકાનેરમાં એક અજાણ્યા વાહનની હડફેટે દીપડાનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યા મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં બે દીપડા હરતા-ફરતા દેખાયા હતા. એમાંથી એકનું વાહનના અકસ્માતથી મૃત્યુ થયું છે, જેની વન ખાતાએ ઊંડી તપાસ કરવી જોઈએ. રાજ્ય સરકાર ગુજરાતની અલભ્ય વન્યજીવ સૃષ્ટિને બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ વનવિભાગની બેદરકારીને કારણે આજે વન્યજીવન સૃષ્ટિ અનેક જોખમોનું સામનો કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here