ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડોદરામાં ખાસ સ્ટેટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ આઈએમએને સેવાકીય કાર્યો બદલ રાજ્યકક્ષાનો જે. આર. જાજુ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજકોટને સતત ત્રીજા વર્ષે સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તબીબોને પણ સન્માનિત કરાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આઈએમએ પ્રમુખ ડો. સંજય ભટ્ટના જણાવ્યા અનુસાર આઈએમએ રાજકોટે તંત્રની સાથે રહીને સેવાકીય કાર્યો કર્યા છે જેને બિરદાવ્યા છે. ઉપરાંત કોરોનરી એથેરોક્લેરોસીસ સ્ટડીના રિસર્ચ બદલ ડો.અમિત અગ્રાવતને એવોર્ડ અપાયો છે. ડો. અમિતને રિસર્ચ બદલ સ્ટેટ અને નેશનલ સહિતનો આ છઠ્ઠો એવોર્ડ છે.
Read About Weather here
જ્યારે ડો. સેજલ ભટ્ટ કે જેમણે મ્યુકરમાઈકોસિસની અનેક સર્જરી કરી સિવિલના અનેક દર્દીઓની સેવા કરી છે તેમને ખાસ કોરોના વોરિયર એવોર્ડ અપાયો છે. કોન્ફરન્સમાં આઈએમએ ગુજરાતની વિવિધ કમિટીની રચના કરાઈ હતી અને તેમાં પણ રાજકોટના તબીબોને મહત્ત્વના સ્થાન અપાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here