રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાં ખોલાશે

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
કેન્દ્ર સરકારની બેટી બચાવો-બેટી પઢાવોના સંકલ્પ અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના અમલી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજના અંતર્ગત એપ્રિલ-2022થી ડિસેમ્બર-2022 સુધીમાં આશરે 18,000 ખાતાં ખોલવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં આશરે 48,000થી વધુ દીકરી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ રહી છે. આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં સુકન્યા સમૃદ્ધિ ખાતાં ખોલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

2015થી શરૂ થયેલી આ યોજનાનો લાભ મેળવવા માટે 0 થી 10 વર્ષની દીકરીનું કોઈપણ પોસ્ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે. જેમાં ખાતું ખોલાવ્યાથી 15 વર્ષ સુધી પૈસા ભરી શકાય છે અને 21 વર્ષે આ ખાતું પરિપક્વ થાય છે. જેમાં દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ 1,50,000ની રકમ જમા કરાવી શકાય છે. દર વર્ષે રકમ જમા કરાવવી ફરજિયાત છે, જેમાં રકમ ઉપર 80-સી હેઠળ ટેક્સની છૂટ પણ મળે છે. ખાતેદાર કન્યાઓને 7.6 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવામાં આવે છે. નવા નિયમ મુજબ એક કુટુંબની બે દીકરીઓનું જ ખાતું ખોલવાની જોગવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here