રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનો 1056 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ 

રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનો 1056 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ 
રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનો 1056 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ 
રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલી રહેલ ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ડબલ ટ્રેક ઉપર ટ્રેન પણ દોડવા લાગી છે ત્યારે આ ડબલ ટ્રેક તૈયાર થઇ જવાથી સૌથી વધુ ફાયદો  યાત્રિકોને થશે. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનો 1056.11 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોની 30થી 45 મિનિટનો સમય બચશે. યાત્રિકો સમયસર પોતાના યાત્રા સ્થળે પહોંચી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના યાત્રિકો અંદાજે અડધી કલાકથી 45 મિનિટ અમદાવાદ વહેલા પહોંચી જશે. આ ઉપરાંત આગામી જૂન-2023 સુધીમાં રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ પૂર્ણ થઇ જવાનું હોવાથી ત્યારબાદ અમદાવાદ સુધી ઈલેક્ટ્રિફિકેશન સાથે દોડતી ટ્રેન સૌરાષ્ટ્રમાં પણ દોડતી થશે. રાજકોટ ડિવિઝનમાં 70થી વધુ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ થઇને દોડી રહી છે ત્યારે હવે આ ડબલ ટ્રેક થઇ જવાથી યાત્રિકોના સમય બચવાની સાથે ટ્રેન પણ સમયસર દોડાવી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here