રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા અફરાતફરી મચી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા અફરાતફરી મચી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા અફરાતફરી મચી

ઓપીડીમાં આવતા સેંકડો દર્દીઓ અને પરિવારજનોની લાંબી-લાંબી કતારો જામી: એકાદ કલાક બાદ સર્વર શરૂ થતા કામગીરી આગળ વધી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે સર્વર અચાનક ડાઉન થઇ જતા લગભગ એકાદ કલાક સુધી કમ્પ્યુટર પરની તમામ કામગીરી ઠપ્પ થઇ જવા પામી હતી અને દર્દીઓ તથા પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેસની બારી પર લાંબી લાંબી લાઈનો લાગી જતા ઘણા દર્દીઓ વચ્ચે ધક્કામુક્કી પણ સર્જાઈ હતી. અકળાયેલા દર્દીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સવારે ઓપીડીમાં દરરોજ સેંકડો દર્દીઓ નિદાન અને સારવાર માટે ઉમટી પડતા હોય છે. અત્યારે કાતિલ ઠંડીનું મોજું ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં સવારથી જ દર્દીઓ ઉમટી પડતા હોય છે અને કેસ બારી પર સવારમાં લાંબી કતારો જામી જાય છે. તેવા અણીના સમયે જ સર્વર ડાઉન થઇ ગયું હતું. પરિણામે કેસ બારી અને દવા બારી પર ભારે અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. કેમકે બારી પર અને સ્ટાફને હાથે લખીને કેસ કાઢવા પડ્યા હતા. જેના કારણે કામગીરી ઢીલી પડી જતા કેસ બારી અથવા દવાબારી પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. દર્દીઓ અને પરિવારજનો જે દુર દુરના વિસ્તારોમાંથી આવ્યા હતા એમને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

Read About Weather here

લગભગ એકાદ કલાક સર્વર ડાઉન રહ્યા બાદ ફરી શરૂ થઇ જતા મામલો થાળે પડ્યો હતો. તે છતાં લોકોને કેસ કઢાવવામાં અને દવા મેળવવામાં કલાકો રાહ જોવી પડી હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પ્રસરી ગયેલો દેખાતો હતો. છેવટે બધું થાળે પડી ગયું હતું. આથી સિવિલ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here