રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળેલી આરોગ્ય સુવિધા સામે કોંગ્રેસનો આક્રોશ

રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળેલી આરોગ્ય સુવિધા સામે કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ સિવિલ હોસ્પિટલની કથળેલી આરોગ્ય સુવિધા સામે કોંગ્રેસનો આક્રોશ

સિવિલના સુપ્રી. ટેન્ડર વિના જ ખરીદીમાં રસ ધરાવતા હોવાનું કોંગ્રેસના નેતાઓનો ગંભીર આક્ષેપ: દર્દીઓ પાસે અમૃતમ કાર્ડ હોય છતાં સિટીસ્કેન અને એમઆરઆઈના બેફામ પૈસા પડાવાતા હોવાની કોંગ્રેસ આગેવાનોની ચોંકાવનારી રજૂઆત

ઇન્ચાર્જ સિવિલ સુપ્રી.ની ભ્રષ્ટાચારને પોષણ આપવાની નીતિરીતી સામે પગલા લેવા અને સિવિલના અન્ય ઢગલાબંધ પ્રશ્ર્ન અંગે સિલસિલાબંધ લેખિત રજૂઆત કરતા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી શહેર પ્રમુખ સંજય અજુડિયા

રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આવેદનપત્ર પાઠવતા પ્રદેશ અને શહેર કોંગ્રેસના આગેવાનો

રાજકોટની પીડીયું સરકારી સિવિલ હોસ્પિટલની કથળેલી આરોગ્ય સુવિધાઓ સુધારવા અને ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા આચરવામાં આવતી ભ્રષ્ટાચારની નીતિ-રીતીઓ સામે આકરી કાર્યવાહી કરવા કોંગ્રેસના આગેવાનોએ આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. રાજકોટની મુલાકાતે આવેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને થતી હાલાકી સહિતના સંખ્યાબંધ પ્રશ્ર્નો તરફ આરોગ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું અને તાકીદે પગલા લેવા માટે અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સિવિલમાં દવાઓ વગેરેની ખરીદી ટેન્ડર વિના કરવામાં આવતી હોવાની કોંગ્રેસના આગેવાનોએ ગંભીર ફરિયાદ કરી હતી. સિવિલમાં ઈ-રીક્ષાની સુવિધા તાત્કાલિક શરૂ કરવા, સિવિલની અંદરના ખરાબ રસ્તા રીપેર કરવા અને જીવન રક્ષક દવાઓની અછત દુર કરવા તેમજ સિવિલ અને મેડિકલ કોલેજમાં કાયમી સુપ્રી તથા ડીનની નિમણૂંક કરવા કોંગ્રેસના આગેવાનોએ માંગણી કરી હતી.

પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય અજુડિયાએ આરોગ્યમંત્રીને વિગતપૂર્ણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ દર્દીઓ માટે એકમાત્ર આશાનું કિરણ છે. ત્યારે અહીં ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટની અણઆવડત તથા નીતિ-રીતીને કારણે હોસ્પિટલનું તંત્ર લકવાગ્રસ્ત બની ગયું છે. તેમાં સુધારો કરવાને બદલે સિવિલ સુપ્રી વગર ટેન્ડરની ખરીદીમાં જ વધુ રસ દાખવે છે. આરોગ્યમંત્રી રાજકોટના આંગણે આવ્યા છે ત્યારે જરૂરી કાર્યવાહી કરી સેવા અને સારવાર વ્યવસ્થિત બનાવવા પગલા લેવાશે. તે જ અમારી અપેક્ષા છે.

આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, કાયમી સિવિલ સુપ્રી, મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફની ઘણી જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ભરવી જોઈએ. એમઆરઆઈ તથા સિટીસ્કેનનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આથી ખાનગી કંપની ગરીબ દર્દીઓની કાયદેસરની લૂંટ ચલાવે છે. દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ હોવા છતાં બેફામ નાણા વસુલવામાં આવે છે. દર્દીઓ માટે ઓપરેશન જરૂરી હોય તો પણ એમઆરઆઈ અને સિટીસ્કેનના નાણા પરત અપાતા નથી. સરકાર ધારે તો રોગી કલ્યાણ સમિતિમાં ઘણી ગ્રાન્ટ પડી છે. તેમાંથી એમઆરઆઈ અને સિટીસ્કેન મશીન વસાવી ગરીબ દર્દીઓને મદદ કરવી જોઈએ.

આવેદનમાં એવું ધ્યાન દોરવામાં આવ્યું છે કે, સિવિલના પ્રાઈવેટ વોર્ડ વર્ષોથી બંધ છે. સાફસફાઈ થતી નથી. એમ્બ્યુલન્સ અને તેના કાયમી ડ્રાઈવર મુકવામાં આવ્યા નથી. જેથી ગરીબ દર્દીઓને ઊંચા ભાડા ચૂકવી પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે. લેબોરેટરીમાં પૂરતા સાધનો અને મશીનરી નથી. ડોકટરો અને લેબોરેટરીની સાંઠગાંઠને લીધે દર્દીઓને અમુક ટેસ્ટ માટે બહાર મોકલવામાં આવે છે. કોરોના કાળમાં લાખોનો ખર્ચો કરીને મશીનો વસાવવામાં આવ્યા હતા. એ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. ધમણ મશીન કામમાં આવે એવા ન હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યા અને હવે ધૂળ ખાઈ રહ્યા છે.

આવેદનમાં એવી પણ ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી હતી કે, સિવિલમાં સ્ટ્રેચર, વ્હીલચેર, ડાયાબીટીસના ઇન્જેક્શન અને રેગ્યુલર દવાઓની કાયમી અછત રહે છે. સિવિલના રસોડા માટે રાશન, કરિયાણું, શાકભાજી, દૂધ વગેરે વસ્તુઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા નથી. સિવિલ સર્જન ને સ્ટાફ મનફાવે ત્યાંથી બમણા ભાવે ખરીદી કરાવે છે અને ભ્રષ્ટાચારને પોષી રહ્યા હોય એવું લાગે છે. ઓર્થોપેડિક વિભાગમાં સર્જન અને 10 ડોક્ટરની જરૂરિયાત છે. અત્યારે માત્ર 4 ડોક્ટર છે. તેમાં પણ એક જ કાયમી છે. બીજા માત્ર વિઝીટર છે. જેથી ગરીબ દર્દીઓને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવખત ઓર્થોપેડિકમાં ગરીબ દર્દીઓને ઘણા સાધનો સ્વખર્ચે બહારથી લાવવા પડે છે. રોગીકલ્યાણ સમિતિના ફંડમાંથી પૈસા અપાતા નથી. એ ફંડમાંથી ઓર્થોપેડિકના જરૂરી સાધનો વસાવવા જોઈએ. દવાઓની ખરીદી માટે પણ 3 વર્ષથી કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી.

Read About Weather here

કોંગ્રેસ નેતાઓએ એવી પણ રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્રભરમાંથી અહીં દર્દીઓ આવે છે અને આરોગ્ય ચકાસણીમાં હેરફેરમાં સુવિધા રહે એ માટે ઈ-રીક્ષાઓ ખરીદીને ફાળવવામાં આવી છે પણ એ તમામ વાહનો પાર્કિંગમાં બંધ અને જર્જરિત હાલતમાં પડ્યા છે. એ પણ સિવિલ સર્જનની ઘોર બેદરકારીનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ઈ-રીક્ષા સવિધા ક્યારથી અને શા માટે બંધ થઇ, કેટલો સ્ટાફ છે અને કેટલો પગાર ચુકવાઈ છે, વાહનો બંધ છે તો સ્ટાફ પાસે શું કામગીરી કરાવાઈ છે, રીપેરીંગ કેમ કરાવાતું નથી તેની તપાસ તાત્કાલિક થવી જોઈએ. સિવિલના અંદરના રસ્તા પણ ખરાબ થઇ ગયા છે. એટલે સ્ટ્રેચર લઇ જવામાં તકલીફ પડે છે અને દર્દીઓને હાડમારી થાય છે. તાત્કાલિક રસ્તા રીપેર થવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here