રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાન પલ્ટો; સોરઠમાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાન પલ્ટો; સોરઠમાં ઝાપટા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાન પલ્ટો; સોરઠમાં ઝાપટા
આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાઈ ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન ખાતા દ્વારા આજે અને આવતીકાલે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈ કોઈ જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના દર્શાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી હવામાન પલ્ટો આવતા સૂર્યદેવ અદ્રશ્ય થયા છે. જુનાગઢમાં આજે સવારે અમી છાંટણા થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તો જિલ્લામાં અનેક જગ્યાએ ઝાપટા જેવો વરસાદ થતા કેરીના ઓછા થયેલા પાકને પણ નુકસાન થવાનો ભય છે. રાજકોટમાં પણ આજે હવામાન પલ્ટા સાથે ગરમી ઘટી છે. તો સવારે 11 વાગ્યા સુધી તડકો નીકળ્યો ન હતો. જુનાગઢ શહેરમાં આજે સવારે એકાએક હવામાન બદલાવ સાથે વાદળછાયા માહોલમાં મધુરમ અને ટીંબાવાડી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા.

Read About Weather here

હવામાં ભેજના વધારા સાથે સૂર્યદેવ વાદળોમાં છુપાયા હતા. ભરઉનાળે કમૌસમી અમી છાંટણા વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.20, 21 અને તા.22ના રોજ ભેજનું પ્રમાણ વધવા સાથે પવનની ગતિ તેજ બની જશે. સાથોસાથ વીજળીના ચમકારાઓ સાથે અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here