રાજકોટ શહેર અને જિલ્લામાં અર્ધલશ્કરી દળ તૈનાત!

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી આડે હવે બે દિવસ રહ્યાં છે. પ્રથમ તબક્કાની ચૂંટણી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાનાર હોય ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બૂથ તેમજ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં ચૂંટણી નિર્વિઘ્ને યોજાઇ તે માટે પંજાબ, હરિયાણા, મણિપુર, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યના 5 હજારથી વધુ પોલીસને બંદોબસ્તમાં બોલાવવામાં આવી છે. પંજાબથી 10 ડીએસપી, એક એએસપી સહિત 1500 અધિકારી-જવાનો રાજકોટ આવી પહોંચ્યા છે.

આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચાર ડીસીપી, 11 એસીપી, 35 પીઆઇ, 88 પીએસઆઇ, 572 એએસઆઇ-હેડ કોન્સ્ટેબલ, 769 કોન્સ્ટેબલ, 1600 હોમગાર્ડ-જીઆરડી, અર્ધલશ્કરી દળની 27 પ્લાટુનને રાજકોટ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. મતદાનના દિવસે પોલીસને મળતી ફરિયાદોનું નિરાકરણ માટે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. જે ટીમોનું સંચાલન શહેરના તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કરશે.

Read About Weather here

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 5 નાયબ પોલીસ અધિક્ષક, 16 પોલીસ ઇન્સ્પેક્ટર, 47 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 870 રાજકોટ જિલ્લાની પોલીસ, અન્ય જિલ્લાના 713 પોલીસ કર્મચારી, 1736 હોમગાર્ડ-જીઆરડી મળી કુલ 3319 કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએપીએફની 28 કંપની અને એસઆરપીની 1 પ્લાટુન પણ બંદોબસ્તમાં રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here