રાજકોટ શહેરના મધ્યમાં આવેલા ત્રિકોણબાગમાં પ્રદૂષણનું સ્તર ફરીથી વધી ગયું છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ 262ની સપાટીએ પહોંચી ગયો છે. 150થી વધુનું સ્તર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી જ્યારે 300ની નજીક હોય તો તે જોખમી ગણાય છે તેથી હાલ ત્રિકોણબાગની સ્થિતિ ખરાબ કહી શકાય.
Visit Saurashtra Kranti Homepage here
મનપાએ શહેરમાં જુદા જુદા સ્થળોએ મુકેલા સેન્સરમાં તાપમાન અને વરસાદ ઉપરાંત હવાની ગુણવત્તા પણ મપાય છે. આ સેન્સરમાં ચકાસણી કરતા ત્રિકોણબાગમાં વહેલી સવારથી જ એર ક્વોલિટી ઈન્ડેક્સ 50ની ઉપર એટલે યલો ઝોનમાં પહોંચી ગયો હતો. સવારના 8 વાગ્યે પ્રદૂષણ વધતા 100ને પાર કરી ગયો હતો અને 10 વાગ્યા સુધીમાં 262 પર આવી ગયો હતો.
Read About Weather here
બપોરના સમયે ઈન્ડેક્સ ઘટ્યો હતો પણ યલો ઝોનથી નીચે જઈ શક્યો ન હતો અને સાંજે ફરી ઉપર આવ્યો હતો. પીએમ 2.5નું પ્રમાણ 109 સુધી જતા રેડ ઝોનમાં જોખમી સ્તર નોંધાયું હતું. ત્રિકોણબાગ શહેરની મધ્યમાં હોવાથી વાહનોની અવર જવર વધુ રહે છે જેથી પ્રદૂષણનું સ્તર વધુ આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here