રાજકોટની મધ્યમાં આવેલી જૂની અને પ્રતિષ્ઠિત વીરબાઈમાં મહિલા કોલેજના એક પ્રોફેસરે વધુ માર્ક આપવાની લાલચ દઈને બે વિદ્યાર્થીનીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની ફરિયાદ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને આ પ્રોફેસર પર ચારેતરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ખુબ જ આશ્ર્ચર્યચકિત કરતી એવી હકીકતો પણ સામે આવી છે કે, વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કર્યા છતાં કોલેજના પ્રિન્સીપાલે 3-3 મહિના સુધી તે ફરિયાદ દબાવી રાખી હતી. જેના કારણે આવા પ્રિન્સીપાલ અને પ્રોફેસરને તાકીદના ધોરણે બરતરફ કરવા કોંગ્રેસે જોરદાર માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા અને કોંગ્રેસની સંગઠન પાંખના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતે આ ઘટના અંગે એક નિવેદનમાં જાહેર કર્યું છે કે, લગભગ 3 મહિનાથી પણ વધુ સમય પહેલા વીરબાઈમાં મહિલા કોલેજની બે વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર તેરૈયા વિરુધ્ધ પ્રિન્સીપાલને અરજી કરી હતી. 3-3 મહિના થયા છતાં કોલેજના પ્રિન્સીપાલે અરજી પર કાર્યવાહી કરવાને બદલે અરજી દબાવી રાખી હોવાનું કહેવાય છે. એટલે તેનો સીધો અર્થ એ થયો કે, પ્રિન્સીપાલ આવી ગંભીર ફરિયાદ ધ્યાનમાં લેવાને બદલે પ્રોફેસરને છાવરતા રહ્યા હતા.
વાસ્તવના નિયમ મુજબ કોલેજ કક્ષાએ એન્ટીસેક્સીવલ હેરેસમેન્ટ કમિટીમાં ફરિયાદીની અરજી આવ્યા બાદ તાત્કાલિક તપાસ કમિટી રચવાની હોય છે. તપાસ અહેવાલ સંલગ્ન યુનિવર્સીટી અને મહિલા આયોગને મોકલીને જાણ કરવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં તો ઉલટું જ થયું છે. ખુદ પ્રિન્સીપાલે લંપટ પ્રોફેસરને મદદ કર્યે રાખી છે.
તેમણે માંગણી કરી હતી કે, આ કિસ્સામાં કોલેજના સંચાલક પાસે રૂબરૂમાં ખુલાસો માંગી યુનિવર્સિટીએ કોલેજ બહારના લોકોની તટસ્થ નવી કમિટી બનાવવી જોઈએ. ત્યાં સુધી નવી કમિટીનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રિન્સીપાલ અને પ્રોફેસરને કોલેજમાં પ્રવેશ આપવો જોઈએ નહીં જેથી તપાસ પારદર્શક રીતે થઇ શકે.
તેમણે તપાસ થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરી દેવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા જોરદાર માંગણી કરી છે.નિવેદનમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે કે, આવા શરમજનક કિસ્સાથી ગુરૂની ગરિમાને લજાવવામાં આવે છે જે દુ:ખદ છે. આવા જગન્ય કૃત્યોથી પીડિતા પર આજીવન માનસિક અને ભાવનાત્મક અસર થાય છે. સાથે સાથે આવા કિસ્સામાં સામાજિક મુલ્યોને પણ નુકશાન થાય છે. એટલે આ પ્રકારના આરોપીઓ કોઈ પ્રકારની સહાનુભુતિ કે હળવાશને પાત્ર નથી. એટલે કડક ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ.
Read About Weather here
નિવેદનમાં રાજપૂતે જણાવ્યું હતું કે, દરેક કોલેજમાં જાતિય સતામણી વિરોધ્ધી કમિટી હોય છે પણ એ નામની હોય છે. અત્યાર સુધીમાં આપણા અનુભવ રહ્યા છે કે, કોલેજ કક્ષાની આવી કમિટીઓ પીડિતાને ન્યાય અપાવવાને બદલે આરોપીઓને છાવરવાનું જ કામ કરતી હોય છે. ઘણા ખરા કેસમાં બંને પક્ષને સમાધાન કરાવી દેવામાં આવે છે. આથી શાળા-કોલેજોના યોનશોષણ તેમજ જાતીય સતામણીના કિસ્સા બહાર જ આવતા નથી. આવા કેસો બનતા રોકવા રાજ્ય સરકારના મહિલા આયોગે અવેરનેસ કાર્યક્રમો કરવા જોઈએ અને જિલ્લા તંત્ર દ્વારા વારંવાર ઇન્સ્પેકશન કરવું જોઈએ. તો જ આવા લંપટ તત્વોને કાબુમાં કરી શકાશે અને છાશવારે બનતા બનાવો અટકાવી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here